અભિનેત્રી દીપિકા પાદુકોણે લીધી તમિલનાડુના એક ગામની મુલાકાત

મુંબઈ, ૧૦મી ઓક્ટોબરના રોજ દુનિયાભરમાં Mental Health Day મનાવવામાં આવ્યો. બોલિવૂડના પણ અનેક કલાકારોએ આ વિષય પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. દીપિકા પાદુકોણ અવારનવાર આ વિષય પર વાત કરતી હોય છે.
દીપિકાની સંસ્થા Live Love Laugh પણ માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જ કામ કરે છે. ત્યારે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર દીપિકાએ પોતાની સંસ્થાના કામ વિશે પણ વાત કરી હતી. દીપિકાએ તમિલનાડુના Thiruvallaur ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને માનસિક સ્વાસ્થ્યના દર્દીઓ, તેમની કાળજી રાખનારા લોકો, આશા વર્કર્સ વગેરેની મુલાકાત લીધી હતી.
દીપિકાએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શેર કરી હતી અને એક કેપ્શન પણ લખ્યુ હતું. દીપિકાએ લખ્યું કે, જ્યારથી અમે શરુઆત કરી છે ત્યારથી માનસિક રીતે બીમાર લોકોના જીવનમાં સુધાર લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. આ સિવાય તેમની કાળજી રાખનારા લોકોના જીવન પણ સુખમય રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
અમે તમિલનાડુના ગ્રામ્ય વિસ્તારોમાં અમારા કામનો વ્યાપ વધાર્યો છે. અમે ઈચ્છીએ છીએ કે મેન્ટલ હેલ્થ કેર તમામ લોકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે.
તસવીરોમાં જાેઈ શકાય છે કે દીપિકા કેરગીવર્સ, આશા વર્કર્સ તેમજ દર્દીઓ સાથે બેસીને વાતચીત કરે છે. તે આ લોકો સાથે ભળી ગઈ હતી. એક તસવીરમાં તો જાેઈ શકાય છે કે દીપિકા તેમની સાથે જમીન પર બેસીને પેપરના કપમાં ચા પી રહી છે.
આ દરમિયાન એક મહિલા ભાવુક થઈ ગઈ હતી જેને દીપિકાએ સાંત્વના આપી હતી. આ સિવાય પણ ઘણી તસવીરો અને વીડિયો દીપિકા તેમજ તેના ફાઉન્ડેશન દ્વારા શેર કરવામાં આવી છે. દીપિકા પાદુકોણ પોતાની ટીમ સાથે બે દિવસ માટે અહીં પહોંચી હતી.
દીપિકા વીડિયોમાં કહી રહી છે કે, ગ્રામ્ય વિસ્તારમાં અમારી પ્રતમ મુલાકાત પાંચ વર્ષ પહેલા થઈ હતી. અમે આજે એવા લોકોને મળ્યા જેમનું જીવન સારવારને કારણે છ મહિનામાં બદલાઈ ગયું છે. અહીં જ્યારે લોકોના અનુભવ સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે ડોનર્સની મદદથી અમે આ જે પણ કંઈ કરી રહ્યા છીએ તે સાર્થક છે.
અન્ય એક વીડિયોમાં દીપિકા કહી રહી છે કે, માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. અમે જે કરી રહ્યા છીએ તેનું એક કારણ છે. માનસિક બીમારી કોઈ ભેદભાવ નથી કરતી. મને થઈ શકે છે અને કોઈને પણ થઈ શકે છે. અત્યારે અહીં આવીને સારુ લાગી રહ્યું છે પણ સાથે જ એમ પણ લાગી રહ્યું છે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે.SS1MS