Western Times News

Gujarati News

અભિનેત્રી હેમા માલિની ધર્મેન્દ્ર કરતા વધુ અમીર છે

મુંબઈ, ૧૬મી ઓક્ટોબરે બૉલિવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનો ૭૪મો જન્મદિવસ હતો. તે એક એવી અભિનેત્રી છે જેની ગણતરી સૌથી સફળ અભિનેત્રીઓમાં થાય છે. બૉલિવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ અભિનેત્રીએ રાજકારણમાં પગ મૂક્યો હતો. હેમા માલિની લાંબા સમયથી ભારતીય સંસદના સભ્ય છે અને હાલમાં મથુરાથી સાંસદ છે.

આવો જાણીએ અભિનેત્રીની પાસે કેટલા કરોડની સંપત્તિ છે. હેમા માલિનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે અગણિત ફિલ્મો કરી છે. જેમાંથી તેણે મોટાભાગની ફિલ્મો ધર્મેન્દ્ર સાથે કરી છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જે સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધી અને પછી અભિનેતાએ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે હેમા માલિનીની પાસે ધર્મેન્દ્ર કરતા પણ કરોડોની વધુ સંપત્તિ છે.

વર્ષ ૨૦૧૯માં ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા એફિડેવિટમાં હેમા માલિનીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં ૩૪.૪૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે અભિનેત્રી પાસે ૨૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં છેલ્લા ૩ વર્ષમાં ૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ પ્રોપર્ટીમાંથી ધર્મેન્દ્રની સંપત્તિ ૧૩૫ કરોડ રૂપિયા છે.

વર્ષ ૨૦૧૪માં હેમા પાસે ૧૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ સિવાય હેમા પાસે ૫.૬૧ લાખ રૂપિયા રોકડા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. હેમા માલિનીની કમાણી દર વર્ષે ૧૦ કરોડ રૂપિયા વધે છે. પરંતુ જાે ધર્મેન્દ્રની સરખામણી કરીએ તો તેની કમાણી અભિનેત્રી કરતા ઘણી ઓછી છે. ધર્મેન્દ્રના કહેવા પ્રમાણે, તેમની પાસે માત્ર ૩૨,૫૦૦ રૂપિયા રોકડા છે.

હેમા માલિનીએ આપેલી માહિતી અનુસાર, તેમની પાસે બે કાર છે, જેમાં એક મર્સિડીઝ અને એક ટોયોટા કાર છે. જેમાં તેણે ૩૩.૬૨ લાખ રૂપિયામાં મર્સિડીઝ ૨૦૧૧ ખરીદી હતી. જ્યારે તેમના પતિ ધર્મેન્દ્ર પાસે ૧૨૩.૮૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. હેમા માલિની અને ધર્મેન્દ્રની કુલ સંપત્તિમાં ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં ૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

પતિ ધર્મેન્દ્ર ઉપરાંત હેમા માલિનીના સાવકા પુત્ર એટલે કે સની દેઓલ બૉલિવુડના મોટા સુપરસ્ટાર છે. સંપત્તિની વાત કરવામાં આવે તો તે પણ અભિનેત્રીથી ઘણા પાછળ છે. રિપોર્ટસ અનુસાર, સની પાસે કુલ ૮૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે રૂ. ૫૩ કરોડનું દેવું છે અને તેમની પાસે રૂ. ૬૦ કરોડની જંગમ સંપત્તિ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.