અભિનેત્રી હિના ખાને એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ પૂરા કર્યા
મુંબઈ, હિના ખાને એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ પૂરા કરી લીધા છે. જાે કે, તેને આ વાત પર હજી વિશ્વાસ આવી રહ્યો નથી. પરંતુ અત્યારસુધીની તેની જર્ની અદ્દભુત રહી છે, તેમ તેનું કહેવું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આઠ વર્ષ સુધી અક્ષરાની ભૂમિકા ભજવવાથી લઈને, બિગ બોસ ૧૧ના ફિનાલે રિયલ હિના ખાન તરીકે બહાર આવવા અને ૨૦૧૯માં કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પહેલીવાર ચાલવા સુધી, તેણે લાંબી સફર ખેડી છે.
એક્ટ્રેસે કહ્યું કે ‘મારી સાથે જે કંઈ થયું તે ભગવાનની ઈચ્છા હતી. મારા જેવી વ્યક્તિ જે અહીં કોઈ ગોડફાધર વગર આવી છે, તેના માટે દરેક તક હાઈલાઈટ સમાન રહી છે અને દરેક બાબત માટે આભારી છું. ડેબ્યૂ રોલે હિના ખાનને એક એક્ટર તરીકે વિકસિત થવામાં ઘણી મદદ કરી.
તેણે જણાવ્યું કે, ‘હું આઠ વર્ષ સુધી યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો ભાગ હતી. હું નસીબદાર હતી કે અક્ષરા તરીકેની મારી ભૂમિકા સતત વિકસિત થતી રહી અને તેણે મને ઘણી ઓળખ આપી. જીવનમાં કંઈ પણ સરળતાથી મળતું નથી અને હિના ખાને પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે સ્વીકાર્યું કે, શોબિઝમાં કરિયર બનાવવા માટે તેણે ઘણી મહેનત કરવી પડી છે.
તેણે કહ્યું ‘મેં ખૂબ જ મહેનત કરી છે અને તેની અસર મારી હેલ્થ પર પણ પડી છે. મેં મારું સપનું પૂરું કર્યું છે અને આ પ્રોફેશને મને ઘણું આપ્યું છે. તેથી, હું હંમેશા એક્ટિંગમાં કરિયર બનાવવા માગતા યુવાનોને ધીરજ રાખવા અને આકરી મહેનત કરવા માટે તત્પર રહેવાની સલાહ આપીશ.
આ સિવાય તેમણે પોતાના પર પણ સતત કામ કરવું પડશે. હું તેવી વ્યક્તિ છું જેને શીખવું ગમે છે અને હું મારી ખામીઓને સ્વીકારું છું. તમારામાં ક્યા અભાવ છે તે જાેવાની અને તેમાં સુધારો કરવો તે મહત્વનું છે.
તે મને સારી પર્ફોર્મર અને શિષ્ટ વ્યક્તિ બનાવે છે’. પર્સનલ ફ્રંટની વાત કરીએ તો, હિના ખાને મહામારી દરમિયાન તેના પિતા ગુમાવ્યા હતા અને આ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. ‘હું હજી સુધી તેમાંથી બહાર આવી નથી, પરંતુ તે જીવનનો એક ભાગ છે અને હું મારા પરિવાર સાથે સારું બોન્ડિંગ શેર કરું છું. હું મારા અંગત જીવનમાં ખુશ પણ છું.
હું આથી વધારે માગી શકતી નથી’. હિના ખાન, જેની ઝોળીમાં હાલ એક વેબ શો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ છે તેણે કહ્યું કે ‘હું ઉતાવળમાં નથી. હવે મારે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી વર્ક પર ફોકસ કરવું છે’.SS1MS