અભિનેત્રી જાહ્નવી ઝીનત અમાનના લૂકમાં જોવા મળી
મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ઘણી ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર તેણે એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં તે ઝીનત અમાનથી પ્રેરિત લુકમાં જાેવા મળી રહી છે. વ્હાઈટ કલરના આ શાનદાર લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂરએ અભિનેત્રીઓમાંની એક છે જે એક્ટિંગની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ ચર્ચામાં રહે છે. તેના ચાહકો અભિનેત્રીની પોસ્ટની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે તેના ચાહકો તેની તાજેતરની પોસ્ટ્સને કારણે તેના વખાણ કરતા થાકતા નથી. જાહ્નવી કપૂરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ વીડિયોમાં તે વ્હાઈટ કલરના હોટ ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે કેવી રીતે લૈલા મેં લૈલા ગીતમાંથી ઝીનત અમાનના આઇકોનિક લૂકને કોપી કરતી જાેવા મળી રહી છે.
આ સાથે અભિનેત્રીને લૈલા મેં લૈલા લાઇન બોલતા પણ સાંભળી શકાય છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘Call me Gen Z-Innat”. જાહ્નવી કપૂરના આ લૂક પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. પીઢ અભિનેતા જેકી શ્રોફે પણ કોમેન્ટ કરી છે. જાહ્નવીની આ પોસ્ટ પર ઘણા દિગ્ગજાેએ કોમેન્ટ કરી છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ હાર્ટ ઈમોજી શેર કરી છે.
તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જાેવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ રાજકુમાર રાવ સાથે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં કામ કરતી જાેવા મળશે.SS1MS