સેન્સર બોર્ડના સૂચનો અભિનેત્રી કંગનાએ સ્વીકાર્યાં
મુંબઈ, સેન્સર બોર્ડ દ્વારા સોમવારે બોમ્બે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે ‘ઇમરજન્સી’ ફિલ્મની પ્રોડ્યુસર અને લીડ એક્ટર કંગના રણોત સેન્સર બોર્ડની રીવાઇઝિંગ કમિટી દ્વારા સૂચવાયેલા કટ્સ અને ફેરફાર કરવા માટે સંમત થઈ ગઈ છે.
બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ બર્ગીસ કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલા ફિલ્મના કા-પ્રોડ્યુસર ઝી સ્ટુડિયોઝ દ્વારા ફાઈલ કરેલી ફિલ્મ રિલીઝ સર્ટિફિકેટ મેળવવા માટે કરેલી પિટિશન પર સુનાવણી કરી રહ્યા હતા.
આગળની સુનાવણીમાં સેન્સર બોર્ડના વકીલ ડૉ.અભિનવ ચંદ્રચુડે બેંચને જણાવ્યું હતું કે રીવિઝિટિંગ કમિટીએ કેટલાંક કટ્સ સૂચવ્યા છે, જે પછી ફિલ્મ રિલીઝ કરી શકાશે. જેના પર ફિલ્મના પ્રોડ્યુસર્સે આ ફેરફાર કઈ રીતે કરવા તે વિચારવાનો સમય માગ્યો હતો.
સોમવારની સુનાવણીમાં ઝી સ્ટુડિયોઝના વકીલ શરન જગતિયાણીએ બેંચને જણાવ્યું હતું કે કંગનાએ સેન્સર બોર્ડની કમિટી સાથે મીટિંગ કરી હતી અને તે કટ તેમજ ફેરફાર કરવા માટે સંમત થઈ છે. “તેણે અમને ઈમેઇલ દ્વારા જાણ કરી છે કે તે સેન્સર બોર્ડને મળી છે અને કટ કરવા માટે સહમત થઈ છે.
તેણે કહ્યું છે કે હવે આ બાબત કેની અને સેન્સર બોર્ડની વચ્ચે છે.” જોકે, વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે આ આ કટનું પાલન કઈ રીતે કરવું એ નક્કી કરવામાં હજુ સમય લાગશે. વકીલ ચંદ્રચુડે બેંચને કહ્યું કે આ કટ્સથી ફિલ્મમાં માંડ એકાદ મિનિટ જેટલો ફેરફાર થશે કારણ કે અહીં તહીં અમુક શબ્દોમાં જ ફેરફાર કરવાના છે.SS1MS