અભિનેત્રી કંગના રણૌતની ઇમરજન્સીનું ટીઝર રિલીઝ
મુંબઈ, ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતની અપકમિંગ ફિલ્મ ઇમરજન્સીનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. કંગનાએ જ આ ફિલ્મને ડિરેક્ટર કરી છે. ફિલ્મમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રોલમાં જાેવા મળી રહી છે. ત્યારે કંગનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. Actress Kangana Ranaut’s Emergency teaser
આ ફિલ્મ ૨૪ નવેમ્બર ૨૦૨૩ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઇમરજન્સીનો પ્રોમો વીડિયો ૨૫ જૂન ૧૯૭૫ની અરાજકતાની સ્થિતિથી શરૂ થાય છે. પ્રદર્શનકારી રસ્તા પર હોબાળો કરી રહ્યા છે. દરેક જગ્યાએ પથ્થરમારો થઈ રહ્યો છે. આખું અખબાર આવા સમાચારોથી ભરેલું છે. આ પ્રોમોમાં અનુપમ ખેર કહે છે કે, ભારતના ઇતિહાસની સૌથી કાળી ઘડી આવી ચૂકી છે. સરકારરાજ નહીં, અહંકાર રાજ છે આ. આ અમારી નહીં, આ દેશની મોત છે.
#इमरजेंसीon24thNov is trending on number one ☝️ https://t.co/gU5CilzvhY
— Kangana Ranaut (@KanganaTeam) June 25, 2023
આ તાનાશાહીને રોકવી પડશે. ત્યારબાદ કંગનાનો અવાજ આવે છે, ‘મને આ દેશની રક્ષા કરવામાં કોઈ નહીં રોકી શકે. કારણ કે, ઇન્ડિયા ઇન્દિરા છે અને ઇન્દિરા ઇન્ડિયા છે. કંગના રણૌત કહે છે કે, ઇમરજન્સી અમારા ઇતિહાસનૌ સૌથી મહત્વપૂર્ણ અને કાળા અધ્યાયમાંથી એક છે, જેને યુવા ભારતે જાણવું જરૂરી છે. આ એક મહત્વપૂર્ણ વાર્તા છે અને હું આ રચનાત્મક યાત્રાને એકસાથે શરૂ કરવા માટે પ્રતિભાશાળી અભિનેતા સતીશ કૌશિક, અનુપમ ખેર, શ્રેયસ, મહિમા અને મિલિન્દની આભારી છું.
હું ભારત માટે ઇતિહાસના આ ઉલ્લેખનીય પ્રસંગને મોટા પડદા પર લાવવા માટે ઉત્સાહિત છું. જય હિન્દ! કંગના રણૌતે ઇમરજન્સી ફિલ્મની જાહેરાત વર્ષ ૨૦૨૧માં કરી હતી. આ ફિલ્મને રિતેશ શાહે લખી છે. તેણે જ કંગનાની છેલ્લી ફિલ્મ ધાકડ લખી હતી. આ ફિલ્મમાં કંગના રણૌત અને અનુપમ ખેર સિવાય મિલિન્દ સોમન, મહિમા ચૌધરી, દિવંગત કલાકાર સતીશ કૌશિક અને શ્રેયસ તલપડેએ પણ મહત્વનો રોલ કર્યો છે.SS1MS