Western Times News

Gujarati News

અભિનેત્રી કંગનાનું તેજસ ગુજરાતમાં પણ ઉડ્યું નહીં

મુંબઈ, મનોરંજન પોર્ટ્‌લ બોલીવુડ હંગામાએ ભારત ભરના કેટલાય થિયેટર માલિકોનો સંપર્ક કર્યો. સૂરતમાં દ ફ્રાઈડે સિનેમા મલ્ટીપ્લેક્સ ચલાવતા કીર્તિભાઈ ટી વઘાસિયાએ શેર કર્યું છે કે, શુક્રવારથી રવિવાર સુધી પોતાના સિનેમા હોલમાં તેજસના તમામ ૧૫ શો રદ કરવા પડ્યા છે. તેમણે કહ્યું કે, મારા થિયેટરમાં તેજસનો એક પણ શો નથી ચાલી શક્યો અને શૂન્ય બુકિંગ હતું.

શુક્રવારે મેં તેજસને એક આખો દિવસ આપ્યો અને ૬ શો ચલાવવાનો ર્નિણય કર્યો, કારણ કે આ ફક્ત ૨ કલાકનું ડ્યૂરેશનનું. પણ કોઈ દર્શકો આવ્યા નહીં, તેના કારણે મેં ર્નિણય લીધો કે, શનિવારે તેજસના ફક્ત ૩ શો ચાલશે. કીર્તિભાઈએ આગળ કહ્યું કે, અમારી પોલિસી છે કે, અમે એક શો ત્યારે જ ચલાવીએ છીએ, જ્યારે ૧૦ દર્શક હોય. તેજસ સાથે અમે વિચાર્યું કે, કમસે કમ ૪-૫ દર્શક કોઈ શો માટે આવી શકે છે.

પણ આવું ન થયું અને આવી જ સ્થિતિ રવિવારે પણ જાેવા મળી. કોઈ પણ તેજસ જાેવા તો શું પૂંછવા પણ ન આવ્યું. શું તમે તેના પર વિશ્વાસ કરી શકશો. અને તે પછી આ ફિલ્મનો શો હાફ કરી દીધો. DNAના રિપોર્ટ અનુસાર, મુંબઈમાં લોકપ્રિય ય્૭ મલ્ટીપ્લેક્સ ચલાવતા મનોજ દેસાઈએ પણ પોર્ટલને જણાવ્યું કે, રવિવારે અમે ૧૦૦ દર્શકો લાવવામાં સફળ રહ્યા. બાકી શો માટે ફિલ્મ જાેનારાની સંખ્યા ૧૦૦થી ઓછી હતી.

બિહારમાં રુપબાની સિનેમાના માલિક વિશેક ચૌહાણે તેજસને એક ડિઝાસ્ટર જાહેર કરી છે. આ વર્ષે પહેલી વાર શૂન્ય ટિકિટ વેચાણના કારણે મારે સવારનો શો રદ કરવો પડ્યો. અન્ય શોમાં ૨૦-૩૦ લોકો હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.