અભિનેત્રી કરિશ્મા કપૂરને યાદ આવ્યો જેહ અલી ખાન

મુંબઈ, કરીના કપૂર હંસલ મહેતા અને એકતા કપૂરની અપકમિંગ ફિલ્મમાં દેખાવાની છે, જેનું ફર્સ્ટ શૂટિંગ શિડ્યૂલ ગુરુવારે પૂરું થયું હતું. આશરે એક મહિનાથી તે નાના દીકરા જેહ સાથે લંડનમાં હતી. તેણે આ અંગેના ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં જ મોટી બહેન કરિશ્મા કપૂર, જે પણ થોડા દિવસ પહેલા લંડનમાં હતી, તેણે ભાણેજ જેહ સાથે પોતાની એક થ્રોબેક ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જેમાં કરિશ્મા ત્યાંના રોશનીથી જગમગી રહેલા રસ્તાઓ પર જેહને તેડીને પોઝ આપતી જાેવા મળી. બૂમરેંગ ક્લિપમાં કરિશ્માએ ઓલ-બ્લેક લૂક અપનાવતા ટીશર્ટ અને જાેગર્સ પહેરી છે જ્યારે જેહ પર્પલ હૂડી, રેડ પેન્ટ અને બૂટ્સમાં ક્યૂટ લાગી રહ્યો છે.
કરિશ્મા કપૂરે કેપ્શનમાં લખ્યું છે ‘મારા શ્રેષ્ઠ છોકરા સાથે શ્રેષ્ઠ યાદો #throwbackthursda. તેના પર કોમેન્ટ કરતાં જેહની ફોઈ સબા અલી ખાને લખ્યું છે ‘તેને ખૂબ પ્રેમ કરું છું’ તો મહીપ કપૂરે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય કપૂર સિસ્ટર્સની BFF નતાશા પૂનાવાલાએ લખ્યું છે ‘મિસ કરી રહી છું’.
આ સિવાય બેબોના ફેન્સે પણ જેહ પર પ્રેમ વરસાવતાં તેને ‘ક્યૂટ’ કહ્યો છે. કરિશ્માની આ જ ક્લિપ કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરીને તેને ‘દુનિયાની શ્રેષ્ઠ બહેન’ ગણાવી છે. તો કરિશ્માએ લખ્યું છે ‘તને મિસ કરું છું. જલ્દીથી પાછી આવ.
લંડનનું શૂટિંગ શિડ્યૂલ ખતમ થવાની જાહેરાત કરતાં કરીના કપૂરે ડિરેક્ટર હંસલ મહેતા સાથેની કેટલીક બ્લેક શ્ વ્હાઈટ તસવીરો શેર કરી છે. જેમાં બંને વાતચીત કરતાં દેખાયા. આ સાથે તેણે લખ્યું છે ‘ડિરેક્ટરની એક્ટર…હંમેશા. સરળ, શાર્પ અને સહજ @hansalmehta.
આ ખાસ છે મિત્રો. મુંબઈ જલ્દીથી મળીએ. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મમાં કરીના એક ડિટેક્ટિવના પાત્રમાં જાેવા મળવાની છે. કરીના કપૂરે દિવાળીના તહેવાર પર નાનકડો બ્રેક લીધો હતો અને પરિવાર પાસે પરત ફરી હતી.
આ દરમિયાન તેણે પતિ સાથે ૧૦મી વેડિંગ એનિવર્સરી પણ મનાવી હતી. ત્યારબાદ વર્ક કમિટમેન્ટ પૂરું કરવા ફરી જેહ સાથે લંડન ફ્લાઈટ પકડીને ઉપડી હતી. એક્ટ્રેસ પાસે હંસલ મહેતાની ફિલ્મ સિવાય સુજાેય ઘોષની ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’ છે, જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ છે.
ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. છેલ્લે તે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાઈ હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી.SS1MS