અભિનેત્રી કેટરિના કૈફ કરવા ચોથ પર સોળે શ્રૃંગાર સજી
મુંબઈ, ૧૩ ઓક્ટોબરે દેશમાં ધામધૂમથી કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બોલિવુડ સેલેબ્સે પણ ઠાઠથી કરવા ચોથની ઉજવણી કરી હતી. બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફની આ પહેલી કરવા ચોથ હતી. કેટરિનાએ પહેલી કરવા ચોથ પતિ વિકી કૌશલ, સાસુ વીણા કૌશલ અને સસરા શ્યામ કૌશલ સાથે ઉજવી હતી.
કેટરિનાની આ પહેલી કરવા ચોથ હતી ત્યારે વિકીએ તેને સ્પેશિયલ બનાવી હશે તેવું લાગી રહ્યું છે. વિકી અને કેટરિનાએ લગ્ન બાદની તેમની પહેલી કરવા ચોથની ઝલક તસવીરોના માધ્યમથી બતાવી છે. કેટરિના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરવા ચોથની કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે પતિ વિકી અને સાસુ-સસરા સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. પહેલી કરવા ચોથ પર વિકી કૌશલે ક્રીમ રંગનો કુર્તો પહેર્યો હતો. જ્યારે કેટરિના કૈફે પિંક ઓરગેન્ઝા સાડી અને હેવી બોર્ડરનો ફ્લોરલ બ્લાઉઝ પહેર્યો હતો. ગળામાં મંગળસૂત્ર, ઝૂમકા, લાલ ચૂડા, સિંદૂર અને બિંદી સાથે કેટરિનાએ લૂક પૂરો કર્યો હતો.
સોળે શણગાર સજેલી કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગતી હતી. કેટરિનાએ કેટલીક તસવીરો તેના ઘરની બાલક્નીમાં પતિ વિકી સાથે પડાવી છે. જ્યારે બીજી તસવીરો ધાબા પરની છે. જેમાં કેટરિના અને વિકીની પાછળ સુંદર ચંદ્ર ઉગેલો જાેઈ શકાય છે. એક ફેમિલી ફોટો છે જેમાં કેટરિના-વિકી સાથે શ્યામ અને વીણા કૌશલ પણ છે. એક તસવીરમાં કેટરિના પૂજા કરતી જાેવા મળી રહી છે.
કેટરિનાએ તસવીરો શેર કરતાં લખ્યું, ‘પહેલી કરવા ચોથ. વિકી કૌશલે પણ પત્ની કેટરિના સાથેની તસવીર શેર કરીને સૌને કરવા ચોથની શુભેચ્છા આપી છે. તેણે લખ્યું, “હેપી કરવા ચોથ.” જણાવી દઈએ કે, વિકી અને કેટરિનાએ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા.
કપલે રાજસ્થાનના બરવાડા ફોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં તેમના પરિવારજનો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિનાની ફિલ્મ ‘ફોન ભૂત’માં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જાેવા મળશે.
૪ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ લગ્ન પછીની કેટરિનાની પહેલી ફિલ્મ છે. આ સિવાય તે ‘ટાઈગર ૩’ અને ‘મેરી ક્રિસમસ’ જેવી ફિલ્મોમાં દેખાશે. વિકીની વાત કરીએ તો, તે ‘સેમ બહાદુર’, ‘ગોવિંદા નામ મેરા’ તેમજ સારા અલી ખાન સાથેની એક અનામી ફિલ્મમાં દેખાશે.SS11MS