Western Times News

Gujarati News

શિરડી સાંઈ બાબાના દરબારમાં પહોંચી અભિનેત્રી કેટરીના કૈફ

મુંબઈ, કેટરીના કૈફે શિરડી સાંઈ બાબાના દર્શને પધારી હતી, જેનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથ જોડીને ભક્તિમાં લીન જોવા મળી હતી.

અભિનેત્રીએ સફેદ રંગનો સલવાર સૂટ પહેર્યાે હતો, જ્યારે તેની સાસુએ જાંબલી રંગનો સલવાર સૂટ પહેર્યાે હતો.કેટરિના કૈફ અવારનવાર મંદિરોમાં જાય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના પતિ વિકી કૌશલ અને સાસુ વીણા કૌશલ સાથે મુંબઈમાં સિદ્ધિ વિનાયકના દર્શન કરવા ગઈ હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓ અવારનવાર સાદગી સાથે મંદિરે જાય છે. શિરડી મંદિર પહેલા કેટરીના પણ લીલા રંગના સિમ્પલ સૂટમાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. માત્ર પૂજા જ નહીં, અભિનેત્રીને ઉપવાસ કરવામાં પણ ખૂબ જ રસ છે. અભિનેત્રીએ તેના પતિ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું, તેણે પૂજા અને કરાવવા ચોથની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તસવીરોમાં કેટરીના તેની સાસુ અને આખા પરિવાર સાથે સુંદર ક્ષણો વિતાવતી જોવા મળી હતી. એક નિખાલસ શાટમાં વીણા કેટરિનાને પ્રેમથી આશીર્વાદ આપતી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તે કેટરિનાને જોઈને હસતી જોવા મળી હતી. કેટરિના કૈફના વર્ક ળન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી.

અભિનેત્રી ટૂંક સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.