અભિનેત્રી કિયારા તેમજ સિદ્ધાર્થના ઘરે પારણું બંધાશે

મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. ફેન્સ આ કપલને ખૂબ પસંદ કરે છે. હવે કિયારા અને સિદ્ધાર્થના ઘરે એક નાનું મહેમાન આવવાનું છે.
આ કપલ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે, જેની જાણકારી આજે જ કપલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સિદ્ધાર્થ-કિયારાએ ખાસ રીતે કરી પ્રેગ્નન્સીની જાહેરાત શુક્રવારે કિયારા અને સિદ્ધાર્થે પોસ્ટ શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
પોસ્ટમાં દંપતીએ બાળકના મોજા હાથમાં પકડ્યા હોય તેવો ફોટો શેર કર્યાે છે. આ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘અમારા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.’કિયારા અને સિદ્ધાર્થ વર્ષ ૨૦૨૧માં શેરશાહ ફિલ્મના સેટ પર મળ્યા હતા.
આ વોર ડ્રામામાં સિદ્ધાર્થે સ્વર્ગસ્થ પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તેમજ કિયારાએ તેની ગર્લળેન્ડ ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા.કિયારા અને સિદ્ધાર્થના લગ્ન ૭ ફેબ્›આરી, ૨૦૨૩ના રોજ જેસલમેરના સૂરજગઢ પેલેસમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોનું હાજરીમાં થયા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.SS1MS