સિદ્ધાર્થ મલ્હાર્ત્રા સાથે અભિનેત્રી કિયારા ઘર શોધવા નીકળી

મુંબઈ, કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા બનવાની છે. તેણી અને પતિ સિદ્ધાર્થ મલ્હાત્રાએ પણ નવા મહેમાનના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લગ્નના અઢી વર્ષ પછી, સિદ્ધાર્થ-કિયારા તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે, અને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ એવું લાગે છે કે કિયારા અને સિદ્ધાર્થ કાં તો નવા ઘરમાં બાળકનું સ્વાગત કરશે, અથવા ડિલિવરી પછી તેઓ નવા ઘરમાં શિફ્ટ થઈ જશે.
ખરેખર, તાજેતરમાં કિયારા અને સિદ્ધાર્થ નવા ઘરની શોધમાં જોવા મળ્યા હતા.સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગર્ભવતી કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હાત્રા સાથે એક નિર્માણાધીન ઇમારતમાંથી બહાર આવતી જોવા મળી રહી છે.
ગૌરી ખાન પણ જોવા મળી હતી, જે એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે.શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ અત્યાર સુધીમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝના ઘર ડિઝાઇન કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌરી સિદ્ધાર્થ અને કિયારાના નવા ઘરને પણ ડિઝાઇન કરશે.
કિયારા અડવાણી વિશે વાત કરીએ તો, તેણીએ ચહેરા પર માસ્ક પહેર્યાે હતો, પરંતુ તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેની ગર્ભાવસ્થાનો ચમકારો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે ગુલાબી રંગના ઢીલા શર્ટથી પોતાનો બેબી બમ્પ છુપાવ્યો હતો.
આ સમય દરમિયાન, સિદ્ધાર્થ તેની પત્ની કિયારાની સંભાળ રાખી રહ્યો હતોકિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હાત્રાએ ૨૮ ફેબ્›આરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકોને આ ખુશખબર આપી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર બાળકના મોજાંના ફોટા શેર કર્યા હતા. એ પણ લખ્યું હતું – આપણા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.SS1MS