અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઈશાન ખટ્ટરની માતાનો રોલ ફગાવ્યો
મુંબઈ, ફિલ્મી કરિયરમાં ઉંમરની અસર થયા વગર રહેતી નથી. તાજેતરમાં મલ્લિકા શેરાવતને એક ફિલ્મમાં માતાનો રોલ ઓફર થયો હતો. ‘ધ રોયલ્સ’ નામની આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે, ઈશાનની માતાનો રોલ મલ્લિકાને ઓફર થયો હતો.
મલ્લિકાએ ઓન સ્ક્રિન મા બનવા ઈનકાર કર્યાે હતો. ‘ધ રોયલ્સ’નો રોલ રીજેક્ટ કરવા બાબતે મલ્લિકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ રોલ ઓફર થયો ત્યારે તેને ખૂબ પ્રભાવશાળી કહેવામાં આવ્યો હતો. સ્ક્રિપ્ટ જોયાં પછી તે રોલ ખૂબ નબળો લાગ્યો હતો.
આ ઘટનાથી છેતરાઈ ગયા જેવી લાગણી થઈ હતી. આખરે આ રોલને જ રીજેક્ટ કરી દીધો. મર્ડર ગર્લ મલ્લિકાએ વધતી ઉંમરનો સ્વીકાર કરીને આગળ વધવાનું એલાન કર્યું હતું. મલ્લિકા શેરાવતને બીજી ઈનિંગમાં પસંદગી મુજબના રોલ ઓફર થઈ રહ્યાં નથી.
મલ્લિકાએ અનેક વાર મહેશ ભટ્ટને પોતાના મેન્ટર ગણાવ્યા છે. મહેશ ભટ્ટ ફરી ફિલ્મ બનાવે અને તેમની સાથે કામ કરવાની તક મળે તેવી મલ્લિકાની ઈચ્છા છે.SS1MS