Western Times News

Gujarati News

અભિનેત્રી મૌની રોયને હીથ્રો એરપોર્ટ પર કડવો અનુભવ

મુંબઈ, મૌની રોયની આગામી ફિલ્મ ‘ભૂતની’ પહેલી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પૂર્વે મૌની પોતાની ટીમ સાથે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી રહી હતી ત્યારે હીથ્રો એરપોર્ટ પર તેને ખૂબ કડવો અનુભવ થયો હતો.

બ્રિટિશ એરવેઝના સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન અંગે ફરિયાદ કરતા મૌનીએ કહ્યુ હતું કે, ફ્લાઈટમાં બો‹ડગ કરવા માટે પણ બે હાથ જોડીને રડી પડી હતી.

મૌની રોય અને તેની ટીમના કેટલાક સભ્યો ૧૧ કલાકની મુસાફરી કરીને હીથ્રો એરપોર્ટ પહોંચ્યા હતા. તેની ટીમના અન્ય સભ્યોની ફ્લાઈટ અલગ હતી. તેથી મૌનીએ ફરજ પરના અધિકારીને ટીમના ચાર સભ્યોને પોતાની જ ફ્લાઈટમાં ટિકિટ આપવા વિનંતી કરી હતી.

મૌનીએ એક્સ્ટ્રા પેમેન્ટની તૈયારી બતાવી હતી, પરંતુ ફરજ પરના મુસ્લિમ માણસે તોછડાઈથી વાત કરી હતી અને મૌનીનો ફ્લાઈટમાં જવાનો વિચાર છે કે નહીં? તેમ કહી ઉતારી પાડી હતી. મૌનીએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યુ હતું કે, નજીકમાં ઊભેલી મહિલાઓમાંથી કોઈએ અમને સપોર્ટ કર્યાે ન હોતો. જો કે તેમના કારણે જ ફ્લાઈટમાં બોર્ડ કરી શક્યા હતા તેવુ મને લાગે છે.

પેલા ભયંકર માણસના હાથાં હોત તો અમારી ફ્લાઈટ મિસ થઈ જાત અને તે ખુશ થઈને હસતો હોત. આ મામલે કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓ માટે અને અન્ય દેશના લોકો માટે, જેઓ સોશિયલ મીડિયા પર નથી, તેમના માટે પણ આ બાબત ધ્યાને લેવાવી જોઈએ. મૌનીએ પોતાની આ પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કરી હતી.

મૌનીએ વધુમાં જણાવ્યુ હતું કે, ફ્લાઈટમાં બો‹ડગ કરવા માટે તેને આજીજીઓ કરવાની ફરજ પડી હતી અને નિઃરાશ થઈને તે રડી પડી હતી. પોતાની અને ટીમને સાથે ગેરવર્તણૂક કરનારા કર્મચારી સામે આકરા પલગા લેવાની માગણી મૌનીએ કરી હતી.

મૌનીએ હીથ્રો એરપોર્ટ અને બ્રિટિશ એરવેઝને સંબોધીને કહ્યુ હતું કે, દરેક વ્યક્તિને સમાનતાથી જોનારા માણસને નોકરી પર રાખવા જોઈએ. વંશીય રીતે પોતાની જાતને ચડિયાતા માનતા હોય તેવા લોકોને નોકરીથી દૂર રાખો. કંઈ ખોટું ના કર્યું હોય અને માત્ર વાત કરી હોય તો પણ ફ્લાઈટમાં બો‹ડગ માટે રડવું પડે તેવી હાલત કોઈની થવી જોઈએ નહીં.

નજીકમાં ઊભેલી મહિલાઓ સમજતી હતી કે આ માણસ ખોટો હતો. આમ છતાં તેને સપોર્ટ કરતી હતી. મારી અને મારી ટીમની સાથે ભયંકર વર્તન થયું હોવાથી મારે આ વાત જાહેરમાં કહેવી પડે છે. સમગ્ર મુસાફરી દરમિયાન પોતાને કે ટીમના સભ્યોને પાણી પણ નહીં અપાયું હોવાની ફરિયાદ મૌનીએ કરી હતી અને આ પ્રકારના વર્તનને વંશીય ભેદભાવ યુક્ત ગણાવ્યુ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.