અભિનેત્રી મુનમુન દત્તાએ ફ્લોન્ટ કર્યો ન્યૂ હેર લૂક
મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી પર માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ લાખો ફેન્સ ફીદા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન દત્તા ખાસ્સા ફોલોઅર્સ ધરાવે છે, જેમની સાથે તે પોતાની પર્સનલ તેમજ પ્રોફેશનલ લાઈફને લગતી અપડેટ શેર કરતી રહે છે.
TMKOC માં તેને મોર્ડન દેખાડવામાં આવી છે, જે તહેવારો સિવાય મોટાભાગે વેસ્ટર્ન કપડાં પહેરે છે. રિયલ લાઈફમાં પણ તે આવી જ છે અને પોતાના લૂક સાથે અખતરાં કરતી રહે છે. હંમેશા મિડ લેન્થ હેરમાં જાેવા મળતી મુનમુને આ વખતે હોવાના ન્યૂ હેર કટ કરાવ્યા છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કોનાથી પ્રેરિત થઈને તેણે આ ર્નિણય લીધો તે પણ જણાવ્યું છે.
મુનમુન દત્તાએ ફ્રિન્જ કટ કરાવ્યા છે. ન્યૂ હેર લૂક ફ્લોન્ટ કરતી તસવીરો તેણે શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘એક નાનો ફેરફાર. હું મારા નવા ફ્રિન્જ કટ સાથે મારી અંદરની શિન હ-રી અને વલેરિયાને બહાર કાઢી રહી છું. કે-ડ્રામાના બિઝનેસ પ્રપોઝલમાંથી કિમ શે-જિઓન અને વલેરિયામાંથી ડાયના ગોમેઝ, હાલ મને આ બે શો ખૂબ ગમી રહ્યા છે અને ફ્રિન્જ માટે મારા તાત્કાલિક પ્રેરણાસ્ત્રોત છે’.
એક્ટ્રેસના ફેન્સને પણ તેનો આ ન્યૂ લૂક પસંદ આવ્યો છે અને પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં હાર્ટ તેમજ ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય કેટલાકે તેને ‘સુંદર’ તો કેટલાકે ‘ક્યૂટ’ કહીને વખાણી છે. મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલાક વીડિયો શેર કર્યો છે.
જેમાંથી એકમાં તે હેર કલર કરાવી રહી છે અને બેકગ્રાઉન્ડમાં એ.પી. ધિલ્લોનનું સોન્ગ ‘સમર હાઈ’ વાગી રહ્યું છે. એક સ્ટોરીમાં તેણે લખ્યું છે ‘નવો હેર લૂક મને ખુશ રાખે છે. તેનાથી હું તાજગી અનુભવું છું’. તસવીરમાં તેણે બ્લેક ટીશર્ટ અને સ્ટ્રાઈપ્ડ પ્રિન્ટનું ટ્રાઉઝર પહેર્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને દરેક વખતની જેમ આ વર્ષે પણ રંગારંગ કાર્યક્રમ થવાનો છે. થોડા દિવસ પહેલા જ મુનમુન દત્તાએ સેટ પરથી ગણેશોત્સવના લૂકની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે ઓરેન્જ કલરની સાડી અને મેચિંગ બંગડી પહેરી હતી. તેણે પોતાના વાળ બાંધીને રાખ્યા હતા અને ચોટલો લીધો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘શૂટ લૂક’.SS1MS