અભિનેત્રી નયનતારાએ બે હાથ જોડી માંગી લોકોની માફી
મુંબઈ, અભિનેત્રી નયનતારા છેલ્લા કેટલાક દિવસથી તેની ફિલ્મ અન્નપૂર્ણીને લઈને ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે કે ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને કહેવામાં આવેલો વિવાદાસ્પદ ડાયલોગ. ૧ ડિસેમ્બરે સિનેમા ઘરમાં અન્નપૂર્ણી ફિલ્મ રિલીઝ થઈ હતી અને ૧૯ ડિસેમ્બરે નેટÂફ્લક્સ પર આ ફિલ્મ રિલીઝ થઈ હતી.
જોકે આ ફિલ્મ ઓટીટી પર આવ્યા પછી ફિલ્મના ડાયલોગને લઈને જે વિવાદ થયો તેના કારણેનેટÂફ્લક્સ પરથી આ ફિલ્મને ડીલીટ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ વિવાદ સતત વધી રહ્યો છે જેના કારણે અભિનેત્રી નયનતારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી છે.
સાઉથ અભિનેત્રી નયનતારાએ પોતાની ફિલ્મ અન્નપૂર્ણી પર થયેલા વિવાદને લઈને જય શ્રી રામ કહી હાથ જોડીને માફી માંગી છે. સાથે જ તેણે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેણે કહ્યું છે કે તેનો અને તેની ટીમનો એવો કોઈ ઈરાદો ન હતો કે તેઓ લોકોની ધાર્મિક લાગણીને આહત કરે.
અભિનેત્રી નયનતારાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, આ કૃત્ય અજાણતા થયું છે તેનો અને તેની ટીમનો એવો કોઈ ઈરાદો ન હતો કે તે લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવે. તેણે આગળ લખ્યું છે કે તે પોતે પણ ભગવાનમાં આસ્થા રાખે છે અને દેશભરના મંદિરમાં ભ્રમણ કરે છે તેથી આ મુદ્દાની ગંભીરતાને તે સમજે છે અને તેથી જ જે પણ લોકોને દુઃખ થયું છે તેમની તે માફી માંગે છે. તેણે સ્પષ્ટતા કરી છે કે અન્નપૂર્ણી ફિલ્મ બનાવવા પાછળ કોઈને કષ્ટ પહોંચાડવાનો ઉદ્દેશ ન હતો.
મહત્વનું છે કે અન્નપૂર્ણી ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નથી. ઓટીટી પર રિલીઝ થયા પછી ફિલ્મના ડાયલોગ અને કેટલાક સીનને લઈને વિવાદો શરૂ થઈ ગયા. સૌથી મોટો વિવાદ ફિલ્મના એ ડાયલોગને લઈને થયો છે જેમાં ફિલ્મની અભિનેત્રીને ફિલ્મનો અભિનેતા કહે છે કે ભગવાન શ્રીરામે પણ વનવાસ દરમિયાન માંસ ખાધું હતું. આ સિવાય ફિલ્મમાં નયનતારાને એક પુજારીની દીકરી દર્શાવવામાં આવી છે પછી તે એક સીનમાં નમાઝ પણ અદા કરતી જોવા મળે છે.SS1MS