Western Times News

Gujarati News

“અકેલી”ના પ્રમોશન અર્થે અભિનેત્રી નુશરત ભરૂચા અમદાવાદની મહેમાન બની

‘અકેલી’ એ એક યુવાન છોકરીની આકર્ષક વાર્તા છે જે ઇરાકના વિશાળ રણમાં ફસાઈ જવા જેવી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરે છે, જે તેણીને તેની આંતરિક શક્તિ અને ક્ષમતાઓ શોધવા તરફ દોરી જાય છે. Actress Nushrat Bharucha became a guest in Ahmedabad for the promotion of “Akeeli”.

આ ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મની અભિનેત્રી નુશરત ભરૂચા અને અભિનેતા ત્સાહી હલેવી અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદના પીવીઆર એક્રોપોલિસ ખાતે તેમણે પોતાની ફિલ્મ અંગે ચર્ચા કરી.

આ ફિલ્મનું દિગ્દર્શન પ્રણય મેશ્રામ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં નુસરત ભરુચા મુખ્ય ભૂમિકામાં છે, જેમાં ઇઝરાયેલની વેબ સિરીઝ ફૌદા ફેમ કલાકારો, ત્સાહી હલેવી અને આમીર બોટ્રોસ , ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની ખૂબ જ અપેક્ષિત પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મ 25મી ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિકી સિડાના અને શશાંત શાહ સાથે નીતિન વૈદ્ય, નિનાદ વૈદ્ય અને અપર્ણા પડગાંવકર દ્વારા નિર્મિત છે.

2016 માં સ્થપાયેલ દશમી સ્ટુડિયોઝ પહેલેથી જ કન્ટેન્ટ- રીચ મરાઠી સિનેમામાં પોતાને એક નોંધપાત્ર ખેલાડી તરીકે સ્થાપિત કરી ચૂકેલ છે અને નુસરત ભરુચા અને “અકેલી”ની સમગ્ર ટીમ સાથે ભાવનાત્મક અને રોમાંચક સિનેમેટિક પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર છે. અકેલી ફિલ્મમાં ઇરાકમાં યુદ્ધની વચ્ચે ફસાયેલી ભારતીય છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે. આ છોકરી 2014 માં ઇરાકમાં ચાલી રહેલા સિવિલ વોરમાં ફસાઈ જાય છે અને ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.

નુસરતે કહ્યું કે, “આ ફિલ્મમાં કોઈ હીરો નથી અને આતંકની સમસ્યા સામે લડવા માટે એકલી મહિલાની ભૂમિકા ભજવવી એ એક મોટો પડકાર હતો. અગાઉ મેં રોમેન્ટિક ફિલ્મો કરી હતી, પરંતુ આ વખતે હું ફુલ એક્શન અને ઈમોશન મોડમાં જોવા મળીશ. નુસરત કહે છે કે આ ફિલ્મ આતંકવાદ સામેના આવા સંઘર્ષની વાર્તા કહે છે જેમાં એક મહિલા એકલી લડતી જોવા મળે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.