પતિ રાઘવ ચઢ્ઢા સાથે સાસરિયામાં પહોંચી અભિનેત્રી પરિણીતી ચોપરા
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે જાેવા મળી હતી. હવે અભિનેત્રી તેના દિલ્હીના ઘરે એટલે કે તેના સાસરિયાના ઘરે પહોંચી ગઈ છે. જ્યાં રાઘવ અને પરિણીતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
પરિણીતી ચોપરા હાલમાં જ પતિ રાઘવ સાથે સાસરે પહોંચી હતી. જેની કેટલીક તસવીરો અભિનેત્રીના ફેન પેજ પર શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં પરિણીતી અને રાઘવ ઘરની અંદર જતા જાેવા મળે છે. લગ્ન બાદ એક્ટ્રેસ પ્રથમવાર સાસરે પહોંચી છે. તેથી અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. નવવધૂના સ્વાગત માટે રાઘવના આખા ઘરને રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં રાઘવ તેની પત્ની પરિણીતીને ઘરની અંદર લઈ જઈ રહ્યો છે. પરિણીતી આ દરમિયાન પીળા સૂટમાં જાેવા મળી રહી છે. પરિણીતી અને રાઘવે ગઈકાલે ઉદયપુરના ધ લીલા પેલેસમાં સાત ફેરા લીધા હતા.
તેમના લગ્નમાં માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ઘણા મોટા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને લગ્નમાં હાજરી આપી હતી. તેઓએ પણ દંપતી સાથે એક તસવીર શેર કરી અને તેમને તેમના નવા જીવન માટે અભિનંદન આપ્યા હતા.SS1MS