Western Times News

Gujarati News

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ Turkey-Syria ના ભૂકંપગ્રસ્તોને મદદની અપીલ કરી

અંકારા, તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદથી જ બંને દેશોમાં તબાહી મચેલી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ૩૬ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અમુક હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. નાગરિકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને દરમિયાન સમગ્ર દુનિયાની નજર તુર્કી અને સીરિયાના લોકો પર છે. કુદરતની આ ઘટનાથી થયેલી તબાહીને જાેઈ રૂંવાડા ઊભા થઈ જાય છે જેની મુદ્દે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ દુઃખ વ્યક્ત કરી મદદની અપીલ કરી છે.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર તુર્કી અને સીરિયામાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનનો વીડિયો શેર કર્યો છે. આ સિવાય અમુક તસવીરો પણ શેર કરી છે, જેમાં લોકોની લાચારી સ્પષ્ટ જાેવા મળી રહી છે. એક વીડિયોમાં રેસ્ક્યુ ટીમ કાટમાળમાં દબાયેલા માસૂમ જીવને બહાર કાઢવાનો પ્રયત્ન કરતી જાેવા મળી રહી છે. તો બીજામાં એક પિતા પોતાના બાળકને બચાવવા માટે પથ્થર તોડતા જાેવા મળી રહ્યા છે. આ રીતે દરેક બાજુ કાટમાળ ફેરવાયેલી બિલ્ડિંગ જાેવા મળી રહી છે.

આ પોસ્ટને શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યુ, એક અઠવાડિયા બાદ પણ વિનાશકારી ભૂકંપથી તુર્કી અને સીરિયાના લોકોનો દર્દ અને પીડા ચાલુ છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે જેના કારણે અમુક આશા ભરેલા પળ આવ્યા, જ્યાં એક ૩ મહિનાના બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યુ. એવા ઘણા બધા લોકો છે જે હજુ પણ ફસાયેલા છે, રાહ જાેઈ રહ્યા છે અને બચવાની આશા કરી રહ્યા છે. તેમનો પરિવાર કોઈ ચમત્કારની પ્રાર્થના કરી રહ્યો છે.

આ દિલ તોડનારુ છે. કુદરતનો પ્રકોપ કોઈને છોડતો નથી પરંતુ આપણે સૌ મદદ કરી શકીએ છીએ. જમીની સ્તરે કામ કરી રહેલા સંગઠનોની વિગતો મારી હાઈલાઈટ્‌સમાં છે. મને આશા છે કે તમે જે રીતે શક્ય હોય તે રીતે મદદ કરશો. તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. પહેલા ૭.૮ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને આ સાથે ૭.૫ તીવ્રતાના આંચકાએ બંને દેશોમાં તબાહી મચાવી દીધી. આ બંને દેશોમાં અત્યાર સુધી ૩૬ હજાર લોકોના મોત નીપજ્યા છે અને લગભગ ૮૦ હજાર લોકો ઈજાગ્રસ્ત છે જેની સંખ્યા પણ વધી શકે છે. કાટમાળમાં ફસાયેલા હજારો લોકોના જીવ બચાવવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.