Western Times News

Gujarati News

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું દાયકા પછી બોલીવુડમાં શાનદાર કમબેક

મુંબઈ, પ્રિયંકા ચોપરાની છેલ્લી હિન્દી ફિલ્મ જય ગંગાજલ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન પછી પ્રિયંકાએ હોલિવૂડમાં પગ જમાવવા કવાયત શરૂ કરી હતી. ૨૦૧૭માં પ્રિયંકાની પહેલી હોલિવૂડ ફિલ્મ બે વોચ હતી.

ત્યાર પછી ૧૦થી વધુ વેબ સિરીઝ અને ફિલ્મોમાં પ્રિયંકાને લીડ રોલ મળ્યા હતા. અવાર-નવાર ભારતની મુલાકાતો દરમિયાન પ્રિયંકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેના સંબધો જાળવી રાખ્યા હતા, પરંતુ હિન્દી ફિલ્મોથી દૂર રહેવાનું પસંદ કર્યુ હતું. એક દાયકા પછી પ્રિયંકાએ હિન્દી ફિલ્મોમાં શાનદાર કમબેકની તૈયારી કરી લીધી છે.

પ્રિયંકાએ રાજામૌલિ-મહેશબાબુની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે રિતિકની બહુચર્ચિત ‘ક્રિશ ૪’માં પણ પ્રિયંકાનો મહત્ત્વનો રોલ નક્કી થયો હોવાના રિપોટ્‌ર્સ છે. ‘ક્રિશ’ ળેન્ચાઈઝની અગાઉની ત્રણ ફિલ્મોનું ડાયરેક્શન રાકેશ રોશને કર્યું હતું અને આ ત્રણેય ફિલ્મો સુપરહિટ રહી હતી. ‘ક્રિશ ૩’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી, જેમાં પ્રિયંકાએ પ્રિયાનો રોલ કર્યાે હતો.

ભારતીય સુપરહીરોની ફ્રેન્ચાઈઝીના પ્રોડક્શન માટે યશરાજ ફિલ્મ્સે રોશન પરિવાર સાથે હાથ મિલાવ્યા છે. રિતિકના ત્રણ રોલ ધરાવતી આ ફિલ્મમાં રેખા અને પ્રીતિ ઝિંટા અગાઉ ફાઈનલ થયા હતા.

રિપોટ્‌ર્સ મુજબ, ‘ક્રિશ ૩’માં રિતિકના લેડી લવનો રોલ કરનારી પ્રિયંકા પણ ચોથી ફિલ્મ માટે નક્કી થઈ છે. આમ, રિતિકના ત્રણ રોલ સાથે ત્રણ લીડ એક્ટ્રેસ સાથેની સ્ક્રિપ્ટ તૈયાર છે અને ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂર જોશમાં ચાલી રહ્યું છે.

‘ક્રિશ’ ફ્રેન્ચાઈઝીમાં રિતિક સાથે અગાઉ રેખા, પ્રીતિ ઝિન્ટા અને પ્રિયંકા ચોપરા ઉપરાંત કંગના રણોત કામ કરી ચૂક્યા છે. રિતિક અને કંગનાના સંબંધોને જોતાં કંગનાને ‘ક્રિશ ૪’માં રોલ ઓફર થવાની શક્યતા નહીવત છે.

જ્યારે પ્રિયંકા લાંબા સમયથી બોલિવૂડમાં દમદાર પ્રોજેક્ટ સાથે શાનદાર કમબેક કરવા માગતી હતી. ૨૦૧૯માં પ્રિયંકા-ફરહાન અખ્તરે ‘સ્કાય ઈઝ પિન્ક’માં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની સ્ટોરી ભારતીય હતી, પરંતુ તેને ઈંગ્લિશમાં બનાવાઈ હતી. ૨૦૨૧ના વર્ષમાં ફરહાન અખ્તરે પ્રિયંકા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટના લીડ રોલ સાથે નારી પ્રધાન ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.

૨૦૨૨ના વર્ષથી ‘જી લે ઝરા’નું શૂટિંગ શરૂ કરવાની ફરહાનની ઈચ્છા હતી. જો કે ત્રણ ટોચની એક્ટ્રેસને એક સાથે સ્ક્રિન પર લાવવામાં ફરહાનને ડેટ્‌સની સમસ્યા નડી અને આ ફિલ્મ અભેરાઈએ ચડી ગઈ. ફિલ્મને ફ્લોર પર લઈ જવા માટે ત્રણ વર્ષ પ્રયાસ કર્યા પછી ફરહાને રણવીર સિંહ સાથે ‘ડોન ૩’ બનાવવાનું આયોજન કરી લીધું.

ફરહાનની ફિલ્મ અભેરાઈએ ચડી ગયા પછી પ્રિયંકાના માતા મધુ ચોપરાએ જણાવ્યું હતું કે, ભારત ખાતે પ્રિયંકાના પ્રોડક્શન હાઉસને બંધ કરી હોલિવૂડમાં ખસેડી લેવામાં આવશે. જેના કારણે પ્રિયંકાએ કાયમ માટે હિન્દી ફિલ્મોથી દૂર રહેવાનું વિચાર્યું હોય તેમ લાગતું હતું. જો કે બોલિવૂડમાં કમબેક કરવાના ઈરાદા સાથે પ્રિયંકાએ સારી ઓફરો મેળવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા.

પરિણામે તેને એટલીના ડાયરેક્શનમાં બે ફિલ્મ ઓફર થઈ હતી. એટલીની એક ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લીડ રોલ હતો, જ્યારે બીજી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવાની હતી. પ્રિયંકાએ ક્રીએટિવ ડિફરન્સના કારણે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ નકારી હતી, જ્યારે સલમાન ખાન સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.