અભિનેત્રી રાખી સાવંતના માતાને થયું બ્રેઈન ટ્યુમર
મુંબઈ, રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી પ્રખ્યાત છે. તેના વીડિયો અવારનવાર ખૂબ વાયરલ થતા હોય છે. રાખી સાવંત લગભગ દરેક મુદ્દા પર ખુલીને બોલે છે અને તે પોતાના મંતવ્યો શેર કરતી રહે છે. રાખી સાવંત એક સ્પર્ધક તરીકે બિગ બોસ મરાઠી ૪નો ભાગ હતી.
રાખીએ સોમવારે (૯ જાન્યુઆરી) લાઇવ ચેટમાં તેના ફોલોઅર્સને જણાવ્યું હતું કે તેની માતા જયા ભેડાને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું છે. જાેકે રાખીની માતા પહેલેથી જ ઘણી બીમારીઓથી પીડિત છે. આવી સ્થિતિમાં રાખીએ તેમના વિશે એક હેલ્થ અપડેટ શેર કરી છે.
આ વીડિયો બનાવતી વખતે રાખી સાવંતની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી હતી અને મને ખરેખર બધાના આશીર્વાદની જરૂર છે. માતાની તબિયત સારી નથી. તે હોસ્પિટલમાં છે. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો.
બિગ બોસના ઘરમાં મને કોઈએ કહ્યું નથી કે તેની તબિયત સારી નથી. મને ખબર નહોતી કે તે હોસ્પિટલમાં દાખલ છે. મારી માતાને બ્રેઈન ટ્યુમર થયું છે.
રાખીએ તેની માતા વિશે જણાવ્યું કે તેની શરૂઆત ડાબી બાજુના લકવાથી થઈ હતી. કેટલાય ટેસ્ટ કરવામાં આવ્યા છે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે તે કેટલી વસ્તુઓમાંથી પસાર થશે. ઘણા લોકોએ કોમેન્ટમાં રાખીની માતાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
કોઈએ લખ્યું, ‘પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. ચિંતા ના કર રાખી. એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, ‘મજબૂત રાખી જી… અમારી પ્રાર્થના તમારી સાથે છે.’ એપ્રિલ ૨૦૨૧માં રાખીની માતાએ તેના પિત્તાશયની થેલીમાં એક ગાંઠ દૂર કરવા માટે સર્જરી કરાવી હતી જે કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. તેની સારવારનો ખર્ચ સલમાન ખાન અને તેના ભાઈ સોહેલે ઉઠાવ્યો હતો.SS1MS