અભિનેત્રી રકુલ પ્રીતે જેકી ભગનાની સાથે કર્યા લગ્ન
મુંબઈ, રકુલ પ્રીત સિંહ આછા ગુલાબી રંગના લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી છે, જ્યારે જેકી ભગનાની સફેદ શેરવાનીમાં ખૂબ જ હૈંડસમ લાગી રહ્યો છે. આ ફોટોમાં જેકી ભગનાની રકુલ પ્રીત સિંહને સિંદૂર લગાવતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજા ફોટોમાં બંને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.
બંનેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘હવે તમે કાયમ માટે મારા છો.’ ફેન્સ ફોટા પર કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
આ કપલના લગ્નમાં ફિલ્મી દુનિયાના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગભગ ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
ગોવામાં આઇટીસી ગ્રાન્ડ સાઉથ ખાતે આ કપલે લગ્ન કર્યા હતા. તમે ટૂંક સમયમાં રકુલને ફિલ્મ ‘ઇન્ડિયન ૨’માં જોશો, જ્યારે જેકી ભગનાની તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.SS1MS