અભિનેત્રી રકુલ પ્રીત કરોડોની સંપત્તિની માલકીન
મુંબઈ, રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ખૂબ જ જલ્દી એક્ટર જેકી ભગનાનીની દુલ્હન બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અભિનેત્રીની નેટવર્થ કેટલી છે. રકુલ પ્રીત સિંહ માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘યારિયાં’થી કરી હતી. જે બાદ તે સુપરહિટ ફિલ્મોમાં જાેવા મળી છે.
આ જ કારણ છે કે આજે અભિનેત્રી લેવિશ લાઈફસ્ટાઈલની માલિક છે. જેની પાસે મુંબઈમાં આલીશાન ઘર પણ છે. ફીની વાત કરીએ તો, રકુલ પ્રીત સિંહ એક ફિલ્મ માટે લગભગ ૩ થી ૪ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લે છે. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની નેટવર્થ અંદાજે ૪૬ કરોડ રૂપિયા છે. આ સાથે રકુલ પાસે ઘણી મોંઘી કારોનું કલેક્શન પણ છે.
રકુલના ભાવિ પતિ જેકી ભગનાનીની નેટવર્થ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે ૩૫ થી ૪૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે જેકી અને રકુલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સમાચાર મુજબ, હવે આ કપલ ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. SS1SS