Western Times News

Gujarati News

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ૧૦ મહિનામાં ૬ ફિલ્મો રિલીઝ થશે

મુંબઈ, રશ્મિકા મંદાના એક એવી એક્ટ્રેસ છે, જેની ડેબ્યુ ફિલ્મથી જ તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેની પાસે ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ પણ ઘણી છે. આ અપેક્ષાઓ પર ખરી ઉતરીને રશ્મિકા ટૂંક સમયમાં જ એક સ્ટાર તરીકે જાણીતી થઈ ગઈ છે. તે ટૂંકા સમયમાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સાથે કામ કરી ચૂકી છે. છેલ્લે તે રણબીર કપુર સાથે એનિમલમાં જોવા મળી હતી.

છેલ્લાં ઘણાં સમયથી રશ્મિકા બૅક ટુ બૅક ફિલ્મ શૂટ કરી રહી છે. દરેકમાં તે વૈવિધ્યપૂર્ણ રોલ કરી રહી છે. આ ફિલ્મ્સના શૂટ બાદ હવે રશ્મિકાની છ ફિલ્મ એક પછી એક રિલીઝ થવા જઈ રહી છે. આ બધી ફિલ્મ ૧૦ મહિનાના સમયગાળામાં જ રિલીઝ થશે.

આ રિલીઝની શરૂઆત ‘પુષ્પા ૨’થી થશે, જેમાં ફરી એક વખત રશ્મિકા શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. આ વખતનો રોલ પહેલી ફિલ્મ કરતાં વધુ મહત્વનો હશે. એવું માનવામાં આવે છે કે ફિલ્મના ડિરેક્ટર સુકુમારે આ વખતે શ્રીવલ્લીના પાત્રને વધુ મોટું કર્યું છે.

ત્યાર બાદ તેની મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી પરની ફિલ્મ ‘છાવા’ રિલીઝ થશે, જેમાં રશ્મિકા વિકી કૌશલ સાથે યેસુબાઈ ભોંસલેના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત રશ્મિકા ડિરેક્ટર રાહુલ રવિન્દ્રનની ફિલ્મ ‘ધ ગર્લ ફ્રેન્ડ’માં મુખ્ય રોલમાં જોવા મળશે. જે ઉનાળામાં રિલીઝ થવાની શક્યતા છે.

રશ્મિકા સલમાન ખાનની ‘સિકંદર’માં પણ લીડ રોલમાં જોવા મળશે. એ.આર.મુરગાદોસની આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે પહેલી વખત જોવા મળશે. સાથે તે નાગાર્જુન અને ધનુષ સાથે ડિરેક્ટર શેખર કમ્મુલાની ફિલ્મ ‘કુબેરા’ પણ કરી રહી છે. તે મેડોક પ્રોડક્શન્સની એક હોરર ડ્રામા ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

આમ આવા વૈવિધ્યપૂર્ણ રોલમાં રશ્મિકા આવનારા દસ મહિનામાં જોવા મળશે. જે પ્રકારની ફિલ્મો રશ્મિકા કરી રહી છે, તેના પરથી ખ્યાલ આવે છે કે આવનારા દિવસોમાં રશ્મિકા મોટા પડદા પર છવાયેલી રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.