અભિનેત્રી સારા અલી ખાને તુર્કી ટ્રિપની શેર કરી તસવીરો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Sara-1024x569.jpg)
સારાની આ તસવીરો શેર કરતાં જ ફેન્સને વેકેશન ગોલ્સ આપી દીધા છે, સારાનાં સોશિયલ મીડયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે
મુંબઈ, સારા અલી ખાનને એક્ટિંગ ઉપરાંત હરવા ફરવાનો ખુબજ શોખ છે. તે હાલમાં તેનો આ શોખ પર્ણ કરવામાં લાગી ગઇ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તુર્કીમાં રજાઓ વિતાવતી તેની કેટલીક તસવીરો શેર કરી છે. સારાની આ તસવીરો શેર કરતાં જ ફેન્સને વેકેશન ગોલ્સ આપી દીધા છે. સારાનાં સોશિયલ મીડયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. Actress Sara Ali Khan shares photos of her trip to Turkey
સારા અલી ખાન હાલમાં ઇસ્તાંબુલ (તુર્કી)માં તેનાં મિત્રો સાથે રજાઓ ગાળી રહી છે. સારાએ ઇસ્તાંબુલની સુંદર જગ્યાઓ જેમ કે સુલેમાનિયે કેમી, હાગિયા સોફિયા ગ્રેડ મસ્જિદ અનેઅયાસોફ્યા કૈમીની તસવીરો શેર કરી છે. સારાએ ગુલાબી રંગનાં કપડામાં અયાસોફ્યા કૈમીની સામે પોઝ આપ્યો હતો.
View this post on Instagram
સારની તસવીરોથી માલૂમ થાય છે કે, તે તેનાં મિત્રો સાથે અહીં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. તે ઇસ્તાંબુલ, તુર્કીની સુંદર જગ્યાઓનો લુત્ફ ઉઠાવી રહી છે. સારાને ફેન્સ સાથે ઇન્ટરેક્શન કરવું પંસદ છે. તે તેનાં જીવનની ઝલક ફેન્સ સાથે અવાર નવાર શેર કરતી રહેતી હોય છે. સારા અલી ખાન ઇન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે.
તેણે કેદારનાથ, લવ આજ કલ, અતરંગી રે અને સિંબા જેવી ફિલેમાં શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધુ છે. સારાએ ઇસ્તાંબુલ પહેલાં કાશ્મીર અને લંડનની સુંદર જગ્યાઓનો આનંદ ઉઠાવતી તસવીરો શેર કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન વિક્રાંત મૈસીની સાથે ‘ગેસલાઇટ’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે તો વિક્કી કૌશલની સાથે એક અનટાઇટલ્ડ ફિલ્મનો પણ તે ભાગ છે. SS1D