અભિનેત્રી શમિતા શેટ્ટીની સિંગલ હોવાની સ્પષ્ટતા
મુંબઈ, શમિતા શેટ્ટી અને આમિર અલી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ કપલમાંથી એક હોવાની ચર્ચા છે. શુક્રવારે રાતે બંનેએ એક્ટર આશિષ ચૌધરી અને સમિતા બાંગર્ગીની એનિવર્સિટી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન બહાર નીકળતી વખતે બંને વચ્ચેની હરકતથી ચર્ચા શરૂ થઈ હતી.
ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થયો હતો, જેમાં આમિર ફોટોગ્રાફર્સની ભીડથી શમિતાને બચાવીને કાર સુધી લઈ જતો અને તેને બાય કહેતા પહેલા ગાલ પર કિસ કરતો જાેવા મળ્યો હતો. આ જાેઈને તેઓ રિલેશનશિપમાં હોવાની અટકળો જાગી હતી. આ સિવાય પાર્ટીમાંથી પણ બંનેની એક તસવીર સામે આવી હતી.
જેમાં તેઓ એકબીજાને અડીને બેસીને પોઝ આપી રહ્યા હતા જ્યારે આમિરે તેનો એક હાથ શમિતાના ખભે વીંટાળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, શમિતા શેટ્ટી અને આમિર ખાન ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે તેઓ ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે.
જાે કે, તેઓ મોડા સંપર્કમાં આવ્યા હતા. હવે, તેમની આ મિત્રતા આગળ વધીને રિલેશનશિપમાં પરિણમે છે કે તે જાણવા માટે તો રાહ જાેવી પડશે. શમિતા અને આમિરનો સંપર્ક કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હતા.
સોમવારે શમિતા શેટ્ટીએ ટિ્વટર પર અફવાઓનું ખંડન કર્યું હતું. તેણે કહ્યું હતું કે, તે હાલ ખુશ અને સિંગલ છે તેમજ લોકોએ સંકુચિત મગજના ન બનવું જાેઈએ. તેણે લખ્યું હતું ‘હું સમાજ અને તેની સુલભ આચરણથી આશ્ચર્યચકિત થઈ છું.
શા માટે રિયાલિટી ચેક કર્યા વગર માત્ર એક્શનથી કોઈ વ્યક્તિને નિશાન બનાવવામાં આવે છે? સોશિયલ મીડિયા યૂઝર્સની સંકુચિત ધારણાઓથી પણ આગળની શક્યતાઓ છે. જે દેખાય તેવું જ નથી હોતું. આ પ્રત્યે આપણી માનસિકતા ખોલવાનો અત્યારે યોગ્ય સમય છે.
સિંગસ અને ખુશ. આ દેશમાં અન્ય પણ કેટલાક મુદ્દા છે તેના પર ફોકસ કરીએ!’. શમિતા શેટ્ટી અગાઉ રાકેશ બાપટ સાથે રિલેશનશિપમાં છે, જેની સાથે મુલાકાત બિગ બોસ ઓટીટી દરમિયાન થઈ હતી. જાે કે, ગત વર્ષે જુલાઈમાં પરસ્પર સમજૂતીથી તેઓ અલગ થયા હતા. આમિર પણ ડિવોર્સી છે તેણે સંજીદા શેખ સાથે લગ્ન કર્યા હતા અને એક વર્ષ પહેલા બંનેના માર્ગ અલગ થયા હતા.SS1MS