અભિનેત્રી શ્રદ્ધા કપૂરે નવી લેમ્બોર્ગિની કાર ખરીદી
મુંબઈ, શક્તિ કપૂરની દિકરી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એકદમ નવી લેમ્બોર્ગિની કાર ખરીદી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કારની શોખીન છે અને હવે તેના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની પણ સામેલ થઈ ગઈ છે.
કાર શોરૂમ ઓટોમોબિલી આર્ડેન્ટ ઈન્ડિયાએ એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાની નવી લેમ્બોર્ગીનીની ખરીદી વિશે માહિતી આપી છે. શોરૂમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રદ્ધાની નવી કાર સાથેના ફોટા શેર કર્યા છે.
શોરૂમે નવી લેમ્બોર્ગિની સાથે શ્રદ્ધાના ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું – ‘કોઈ અજીબ રીત નથી, શ્રદ્ધા કપૂરે હમણાં જ હ્યૂરાકન ટેકનીકા ખરીદી છે! તે બોલિવૂડમાં ભલે સૌથી મોટી અભિનેત્રી ન હોય પરંતુ શ્રદ્ધા કપૂર તે કલાકારોમાંની એક છે જે બધાથી અલગ દેખાય છે અને હવે તેને આ રોસો એન્ટેરોસ લેમ્બોર્ગિની હ્યૂરાકન ટેકનીકાનેપિક અપ કરતી જાેવી તેને એકદમ કૂલ કરશે.
શોરૂમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં શ્રદ્ધા કપૂર સફેદ રંગના પ્રિન્ટેડ સૂટમાં જાેવા મળી રહી છે. ખુલ્લા વાળ અને કપાળ પર બિંદી સાથે નો મેકઅપ લુકમાં પણ તે ખૂબ જ સુંદર લાગે છે. તે તેની એકદમ નવી લાલ રંગની લેમ્બોર્ગિની કાર સાથે પોઝ આપતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે આ કારની કિંમત ૪.૦૪ કરોડ રૂપિયા છે. ઓટોટેક પોર્ટલ અનુસાર, આ પહેલા શ્રદ્ધાએ BMW ૭ સિરીઝ ખરીદી હતી જેની કિંમત ૨.૪૬ કરોડ રૂપિયા હતી.
આ પહેલા અભિનેત્રી પાસે મર્સિડીઝ બેન્ઝ GLE હતી જેની કિંમત ૧.૦૧ કરોડ રૂપિયા હતી. શ્રદ્ધાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ફિલ્મ તુ જુઠ્ઠી મેં મક્કારમાં જાેવા મળી હતી. હવે અભિનેત્રી તેની હોરર-ડ્રામા ફિલ્મ સ્ત્રી ૨ માં જાેવા મળશે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી પણ જાેવા મળશે.SS1MS