અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સલાહ: એંગલ બદલો, રંગ નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Sraddha-kapoor1.jpg)
મુંબઈ, શ્રદ્ધા કપૂરે તેના ફૅન્સ સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને રંગ નહીં પણ એંગલ બદલવાની વાત કરી હતી. શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી.
જેમાંથી એક તસવીરમાં તે એકદમ ઉપર ફોન રાખીને કેમેરામાંથી સેલ્ફી લે છે. જ્યારે બીજી તસવીરમાં તે પોતાના બે પેટ્સ સાથે રમતી હોય એવી સેલ્ફી ટોપ એન્ગલથી લીધેલી છે. આ ફોટોની કૅપ્શનમાં શ્રદ્ધાએ લખ્યું છે, “એંગલ બદલો, રંગ નહીં”. તેણે પૅટ્સ સાથેની તસવીરને “સેટરડે સૂકુન” ગણાવી હતી. ગયા અઠવાડિયે જ, શ્રદ્ધાએ વેલેન્ટાઇન્સ ગિફ્ટ માટેનો બેસ્ટ આઇડિયા આપ્યો હતો.
તેણે આ માટે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો. શ્રદ્ધાએ આ વીડિયોમાં કહ્યું, “બધાને વેલેન્ટાઇન્સ ડે પર કંઈક અલગ કરવું હોય છે, પરંતુ આપણે તો દિવાળી પર ગિફ્ટ આપીએ છીએ, રક્ષાબંધન, કે બોર્ડની પરીક્ષાઓ પર પણ ગિફ્ટ આપીએ છીએ. તો વેલેન્ટાઇન્સ પર આપણે એક સારું બ્રેસલેટ ગિફ્ટમાં ન આપી શકીએ?”“દરરોજ ઉપયોગમાં લઈ શકાય એવી કોઈ પણ વસ્તુ તમે ગિફ્ટ આપી શકો છો.
માત્ર કોઈક ગિફ્ટ આપો, કંઈ પણ. હું એવું નથી કહેતી કે તમે ઘર ગિરવે મુકીને કશુંક ખરીદો, તમે લૅબમાં બનેલા ડાયમંડની વસ્તુ પણ આપી શકો છો.” શ્રદ્ધા કપૂરે આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું, “વેલેન્ટાઇન્સ પર ગિફ્ટ આપો, બહુ થયુંપ દિલથી.”
અગાઉ શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે કેમ તે પોસાના ઇન્સ્ટાગ્રામ પર બહુ પોસ્ટ કરતી નથી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની વાંચતી તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું, “એટલા માટે ઓછી પોસ્ટ કરતી હતી.”SS1MS