અભિનેત્રી સ્નેહા ભાવસારએ GHKPM શો છોડ્યો
મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં સીરિયલની અભિનેત્રી સ્નેહા ભાવસાર થોડા દિવસ પહેલા જ રિલેશનશીપની અફવાને લઈને ચર્ચામાં હતી. સ્નેહા કો-એક્ટર વિહાન વર્માના પ્રેમમાં હોવાની અફવા ઉડતાં ચર્ચામાં આવી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે અને વિહાન ફક્ત સારા મિત્રો છે. હવે માહિતી સામે આવી છે કે, સ્નેહાએ આ સીરિયલ છોડી દીધી છે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં જનરેશન લીપ આવવાનો છે અને તેના પછી દર્શકો કરિશ્મા ચવ્હાણના રોલમાં સ્નેહા નહીં જાેવા મળે. શો છોડવાના ર્નિણય અંગે વાત કરતાં સ્નેહાએ જણાવ્યું, શો છોડવાનો ર્નિણય મેં રાતોરાત નથી લીધો. હું કંઈક નવું કરવા માગતી હોવાથી લાંબા સમયથી શો છોડવાનું વિચારી રહી હતી.
મને બીજાે કોઈ પ્રોજેક્ટ મળી ગયો હોવાથી શો નથી છોડ્યો પરંતુ હું હવે નવી ઓફર્સ શોધવા માગું છું. એકનું એક પાત્ર ભજવીને હું કંટાળી ગઈ છું. મેં ક્રિએટિવ ટીમ સમક્ષ મારો મુદ્દો મૂક્યો હતો.
શોને અધવચ્ચે છોડી દેવો શક્ય પણ નહોતો. એટલે જ્યારે શોમાં લીપની વાત આવી ત્યારે મારા ક્રિએટિવ ડાયરેક્ટરે મને પૂછ્યું કે હું કામ કરવા માગુ છું કે નહીં? એટલે જ એ સમયે મેં શોમાંથી નીકળી જવાનું મન બનાવી લીધું. મારી એક્ઝિટથી શોમાં ખાસ ફેર નહીં પડે. હું યોગ્ય સમયની રાહ જાેતી હતી અને હવે તે આવી ગયો છે. હું આ શોમાંથી ઘણી સુંદર યાદો અને અનુભવ લઈને જઈ રહી છું.
મેં અહીં ઘણાં સારા મિત્રો બનાવ્યા છે. તેઓ મારા સહકર્મીઓ હતા પરંતુ અહીં આટલો ટાઈમ સાથે રહ્યા પછી અમે એકબીજાની ખૂબ નિકટ આવી ગયા હતા. અમારું બોન્ડ ખૂબ મજબૂત છે. આ બધાને છોડીને જતાં દુઃખ થાય છે પણ મને ખાતરી છે કે, અમારું બોન્ડ કાયમ રહેશે, તેમ સ્નેહાએ શો સાથેની યાદો વાગોળતાં કહ્યું. શો છોડવાનો ર્નિણય કર્યો ત્યારે કેવી લાગણી અનુભવી રહી હતી તે વિશે વાત કરતાં તેણે કહ્યું, “જ્યારે તમે તમારા કરિયર માટે ર્નિણય લો છો ત્યારે તમે પ્રેક્ટિકલ બનીને લો છો.
જાેકે, શો છોડવાના વિચારે મને અંદરથી હચમચાવી નાખી હતી કારણકે હું મારા ફ્રેન્ડ્સને છોડીને જવાની હતી. હું મારી ટીમ ગુમાવી રહી છું અને ભવિષ્યમાં કોની સાથે ફરીથી કામ કરવાની તક મળશે તે ખબર નથી. પરંતુ મારે ર્નિણય કરવાનો હતો અને હવે હું શોમાંથી જઈ રહી છું.SS1MS