પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બની અભિનેત્રી સોનાલી સહગલ
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. પરંતુ બાળકના જન્મ પછી, તેણીની રાતોની ઊંઘ હરામ બની જવા પામી હોવાનો એકરાર કર્યાે છે.પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ તાજેતરમાં માતા બની છે.
સોનાલીએ એક બાળકીને જન્મ આપ્યો છે. સોનાલી પણ સોશિયલ મીડિયા પર બાળકના જન્મ પછીના જીવન વિશે અપડેટ્સ આપતી રહે છે.
સોનાલીએ તેના પતિ આશેષ સાથે ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરીને બાળકીની જાહેરાત કરી હતી. બેબી ગર્લના જન્મથી સોનાલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. તે રાત્રે સૂઈ પણ શકતી નથી. આ વાતનો ખુલાસો સોનાલીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યાે છે.સોનાલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો બાળક ઊંઘી રહ્યું હોય અને શાંત હોય તો પણ તે ચિંતિત રહે છે.
તેણે કહ્યું- મારે દર ૨ કલાકે બાળકને લેવું પડશે અને તેને ખવડાવવું પડશે. ખબર નહીં આ બધું મેનેજ કરવાની હિંમત ક્યાંથી આવે છે.સોનાલીએ આગળ કહ્યું- મને લાગે છે કે તમે ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં આ વસ્તુઓ માટે તૈયાર થઈ જાવ કારણ કે આઠમા અને નવમા મહિનામાં તમારે વારંવાર બાથરૂમ જવું પડે છે. જેના કારણે રાત્રે વારંવાર ઉઠવું પડે છે.
હું રાત્રે માત્ર ૨-૩ કલાક જ સૂઈ શકું છું અને પછી સવાર થઈ જાય છે. મેં મદદ માટે કોઈ આયા રાખી નથી જેની સાથે હું બાળકને છોડીને થોડો સમય આરામ કરી શકું.
સોનાલીએ કહ્યું- તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે પરંતુ તે તેને મેનેજ કરવાનું પણ શીખી રહી છે. તેણી પોતાને માટે જે પણ સમય મળે છે તે ચોક્કસપણે કાઢે છે. જણાવી દઈએ કે સોનાલીએ ૨૭ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. તેઓએ તેમની પુત્રીનું નામ શુકર રાખ્યું છે.SS1MS