અભિનેત્રી સોનમ કપૂરે દેખાડ્યો દીકરાનો ફોટો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે દીકરાનો ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે. તેમજ દીકરાના નામનો ખુલાસો પણ કર્યો છે. એક્ટ્રેસ સોનમ કપૂરે આ ફોટો શેર કરતા લખ્યું કે, અમારા જીવનમાં હવે નવા શ્વાસ સામેલ થઈ ગયા છે. ભગવાન હનુમાન અને ભીમ રૂપે આ અમારી તાકાત અને હિંમતનું પ્રતીક છે.
અમારા દીકરા વાયુ કપૂર આહુજા માટે તમામ પાસેથી આશીર્વાદ માગીએ છીએ. હિન્દુ ધર્મમાં વાયુ પાંચ તત્વમાંથી એક છે. વાયુ પોતે શક્તિશાળી ઈશ્વર પણ છે. માટે સોનમ કપૂરે દીકરાનું નામ વાયુ રાખ્યું છે.
સોનમ કપૂરે દીકરાનું નામ વાયુ જણાવતા લખ્યું કે, વાયુ આ સંસારની જાન છે. તે બુદ્ધિના માર્ગદર્શક છે. પ્રાણ, ઈંદ્ર, શિવ અને કાલી તમામ વાયુ સાથે જાેડાય છે.
વાયુ એટલા શક્તિશાળી છે કે સરળતાથી જીવમાં પ્રાણ ફૂંકી શકે છે. તેમજ એટલી તાકાતથી ખરાબ શક્તિઓનો પણ નાશ કરે છે. માટે વાયુને બહાદુર, વીર અને સુંદર પણ કહેવામાં આવે છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા છેલ્લા નવ મહિનાથી જે નાનકડા મહેમાનની રાહ જાેઈ રહ્યા હતા તે આવી ગયું છે. ૨૦ ઓગસ્ટે સોનમ કપૂર અને આનંદ આહુજા પેરેન્ટ્સ બની ગયા છે.
સોનમ કપૂરે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના આગમનથી કપૂર અને આહુજા પરિવારમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. બોલિવૂડના ‘જક્કાસ’ એક્ટર અનિલ કપૂર નાના બની ગયા છે.
અનિલ કપૂર અને તેમનાં પત્ની સુનિતા કપૂરના ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાએ ખાસ્સા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.
સોનમ અને આનંદે માર્ચ ૨૦૨૨માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન સોનમ કપૂરે કેટલાય મેટરનિટી ફોટોશૂટ કરાવ્યા હતા. જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પ્રેગ્નેન્સીના શરૂઆતના મહિના સોનમ કપૂરે લંડનમાં વિતાવ્યા હતા. તે પતિ આનંદ સાથે બેબીમૂન માટે ઈટાલી ગઈ હતી.
ત્યાંથી આવ્યા બાદ લંડનમાં જ સોનમનું બેબીશાવર યોજાયું હતું અને તેની પણ ખાસ્સી ચર્ચા રહી હતી. પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં સોનમ મુંબઈ પોતાના પેરેન્ટ્સના ઘરે આવી ગઈ હતી.SS1MS