શ્રીલીલાને ભીડમાં એક વ્યક્તિએ હાથ પકડીને ખેચતા અભિનેત્રી થથરી ગઈ

મુંબઈ, તાજેતરમાં શ્રીલીલા સાથે એવી ઘટના બની કે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેમની સાથે કાર્તિક આર્યન પણ હતો, જે શ્રીલીલાની આગળ ચાલી રહ્યો હતો.
પણ શ્રીલીલાનું શું થયું તે તે જાણી શક્યો નહીં. પરંતુ અભિનેત્રીની ટીમ તરત જ એક્શનમાં આવી અને તેને બચાવી લીધી. હકીકતમાં, તાજેતરમાં કેટલાક લોકોએ શ્રીલીલાને પકડી લીધી અને ભીડમાં ખેંચી લીધી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.એ વાત જાણીતી છે કે અભિનેત્રી શ્રીલીલા હાલમાં કાર્તિક આર્યન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જેનું નામ હજુ નક્કી થયું નથી. પાપારાઝીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં શ્રીલીલા અને કાર્તિક આર્યન તેમની ટીમ સાથે ફરતા જોવા મળે છે.
આસપાસ લોકોની ભીડ છે.ભીડમાંથી કોઈએ શ્રીલીલા ખેંચી, જો કે કાર્તિક આર્યન ધ્યાન ન આપી રહ્યો હતોપછી ભીડમાંથી કોઈએ શ્રીલીલાનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધો. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે કાર્તિક આર્યનનું ધ્યાન બીજે ક્યાંક હતું. પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં, શ્રીલીલાની ટીમે તેમને પાછળ ખેંચી લીધા અને ઘેરી લીધા.
શ્રીલીલા ખૂબ ડરી ગઈ હતી, પણ પછી તે થોડું હસતી અને ગભરાયેલી દેખાતી હતી.જો કે થોડીવાર માં જ બાજી સંભાળી લેવામાં આવી હતી. તો બીજી તરફ ચાહકોએ કાર્તિક આર્યન પર પણ ગુસ્સો વ્યક્ત કર્યાે હતો અને અવગણવા બદલ તેની મજાક ઉડાવી.SS1MS