સેટ પર અભિનેત્રી સની લિયોનીના પગમાં ઈજા થઈ
મુંબઈ, અભિનેત્રી અને મોડલ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તાજેતરમાં જ તે ર્ંર સ્અ ર્ય્રજં નામની તમિલ ફિલ્મમાં જાેવા મળી હતી અને હવે તે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે શૂટ કરી રહી છે.
પરંતુ તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન સેટ પર તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. ફિલ્મના સેટ પર સની લિયોનીના પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. કોઈ વસ્તુને કારણે ચામડી પર કાપો પડી ગયો હતો અને લોહી નીકળવા લાગ્યુ હતું.
સનીએ આ ઘા વીડિયોમાં બતાવ્યા. વીડિયોમાં જાેઈ શકાય છે કે સની લિયોની ફિલ્મના રોલના કોશ્ચ્યુમમાં બેઠી છે. તેની ટીમ દવા લગાવવામાં મદદ કરી રહી છે. વીડિયોમાં સની લિયોનીનો મસ્તીભર્યો અંદાજ પણ જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, સની લિયોની કહી રહી છે કે એમ જ કોરોનાનું એટલુ રિસ્ક છે અને ઉપરથી આ ઈજા થઈ ગઈ છે.
ત્યારપછી તેની ટીમના લોકો તેને ચીડવવા માટે ઈન્જેક્શનની વાત કરે છે. સની આ સાંભળીને ચીસો પાડવા લાગે છે. ટીમ દ્વારા જ્યારે ડ્રેસિંગ કરવામાં આવે છે ત્યારે પણ સની લિયોની નાના બાળકની જેમ નખરા કરતી જાેવા મળે છે.
આ સિવાય ટીમના લોકો મજાકિયા અંદાજમાં કહે છે કે શું સની લિયોનીએ લોહી ચઢાવવાની જરૂર તો નહીં પડે? સની લિયોનીને ચોક્કસપણે પીડા થતી હશે, પરંતુ તે ટીમ સાથે મસ્તી કરતી જાેવા મળે છે.
સની લિયોની કહે છે કે ક્યાં એમ્બ્યુલન્સ બોલાવવાની જરૂર ના પડે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સની લિયોની મલયાલમ ફિલ્મ શીરો અને રંગીલામાં જાેવા મળશે. સની લિયોનીએ અત્યાર સુધી અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. સની લિયોની પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે હવે મુંબઈમાં જ રહે છે.SS1MS