અભિનેત્રી સુષ્મિતાએ પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવ્યો
મુંબઈ, સુષ્મિતા સેનનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતા શુભીર સેન વિંગ કમાન્ડર અને માતા શુભ્રા સેન જ્વેલીરી ડિઝાઇનર છે. પિતાની જેમ સુષ્મિતા સેન પણ એરફોર્સ જાેઇન કરવા માંગતી હતી. તેણે નવી દિલ્હીમાં એરફોર્સ સ્કૂલ જાેઇન કર્યુ હતું.
પરંતુ બાદમાં કોઈ કારણોસર પોતાની શિક્ષા પૂર કરી શકી નહતી. ભણવાનું પૂરુ ના થયું હોવા છતાં સુષ્મિતાએ મોડલિંગની દુનિયામાં પોતાનો હાથ આજમાવ્યો. ૧૯૯૪માં તેણે ફેમિના મિસ ઈન્ડિયા યૂનિવર્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે અને પછી મિસ યૂનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. ફિલિપાઇન્સમાં યોજાયેલી ૪૩ મિસ યૂનિવર્સ ઈવેન્ટમાં ૭૭ દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો.
સુષ્મિતાએ પોતાની જવાબી શૈલી અને આત્મવિશ્વાસના દમ પર તમામને પાછળ છોડી દીધી હતાં અને ભારત માટે આ ખિતાબને હાંસલ કરી લીધો હતો. મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાની દુનિયા બદલાઈ ગઈ હતી અને દરેક જગ્યાએ ફક્ત તેણીની ચર્ચા થવા લાગી.
સુષ્મિતા હજુ પણ મોડલિંગમાં સક્રિય છે. તેણી ૨૦૧૭માં મિસ યુનિવર્સમાં જજ તરીકે પણ ભાગ લઈ ચુકી છે. મિસ યુનિવર્સ બન્યા બાદ બોલિવૂડમાં પણ સુષ્મિતા માટે માર્ગ મોકળો થઈ ગયો હતો. તેણીએ ૧૯૯૬માં ફિલ્મ ‘દસ્તક’થી ફિલ્મમાં કારકિર્દીની શરુઆત કરી હતી. તે હજુ પણ એક્ટિંગની દુનિયામાં એટલી જ સક્રિય છે. તેણીની વેબ સિરીઝ ‘આર્યા’એ થોડા સમય પહેલા ખૂબ જ ખ્યાતિ મેળવી હતી.
ખાનગી જીવનની વાત કરીએ તો સુષ્મિતાની બે દીકરીઓ અડૉપ્ટ કરેલી છે. તેની સિવાય ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી તેણે મોડલ રોહમન શૉલને ડેટ કર્યુ હતું. ત્યારબાદ તેણીએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.
જાેકે આ વર્ષના જુલાઈ માસમાં એવી ખબર સામે આવી રહી હતી કે, તે લલિત મોદી સાથે રિલેશનશિપમાં છે. સુષ્મિતા સેનની અત્યાર સુધીનું જીવન ખૂબ જ અલગ રહ્યુ છે.
પરંતુ તેણી એક વાતને લઈને હંમેશા ક્લિયર રહી છે કે, તેણી ફક્ત પોતાના દિલની વાત સાંભળીને જ ર્નિણય લે છે. ભલે લગ્ન વિના બાળકને દત્તક લેવાનું હોય અથવા પોતાનાથી નાની ઉંમરના છોકરાને ડેટ કરવાનું હોય. તે હંમેશા પોતાની શરતો જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે.SS1MS