Western Times News

Gujarati News

રાહુલની ભારત જાેડો યાત્રામાં અભિનેત્રી સ્વરા ભાસ્કર જાેડાઈ

નવી દિલ્હી, રાહુલ ગાંધીની ‘ભારત જાેડો યાત્રા’ હાલમાં મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહી છે. ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરૂવારના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી આ પદ યાત્રામાં સામેલ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટિ્‌વટર દ્વારા રાહુલ ગાંધી અને સ્વરાની એક તસવીર શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજે પ્રસિદ્ધ અભિનેત્રી સ્વરા ભાસ્કર ભારત જાેડો યાત્રાનો ભાગ બની છે. સમાજના દરેક વર્ગની હાજરીની આ યાત્રાને સફળ બનાવી છે.’

સાંપ્રત મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો માટે જાણીતી સ્વરા ભાસ્કરે કોંગ્રેસ પાર્ટીની પોસ્ટને રીટિ્‌વટ કરી હતી. તમને જણાવી દઈએ કે. આ અગાઉ અમોલ પાલેકર, સંધ્યા ગોખલે, પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ, મોના અમ્બેગાંવકર, રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી જેવી સિને જગતની હસ્તીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. સપ્ટેમ્બરના અંતમા ટિ્‌વટર પર હોલિવુડ સ્ટાર જ્હોન ક્યૂસેકે પણ કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમને પોતાનું સમર્થન આપ્યું હતું.

રાહુલ ગાંધીની આ યાત્રા ૧૨ દિવસની અંદર પશ્ચિમ મધ્ય પ્રદેશના રાજકીય રીતે મહત્વપૂર્ણ માલવા-નિમાડ વિસ્તારમાં ૩૮૦ કિમીનું અંતર કાપશે. ભાજપ શાસિત રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ યાત્રા ૪ ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશથી રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ‘ભારત જાેડો યાત્રા’ ૭ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી, જે કાશ્મીર સુધી ચાલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.