અભિનેત્રી તબુને પડદા પર ૩૦ વર્ષનું પાત્ર ભજવવું નથી
મુંબઈ, હાલ તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ આવી રહી છે, ત્યારે તેના પાત્ર અને તેની ઉમર વિશે કેટલીક ચર્ચાઓ ચાલી છે. તબુએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિાન ફિલ્મોમાં એજિઝમ અને સેક્સિઝમ વિશે વાત કરી હતી.
એક તરફ ૫૦-૬૦ વર્ષની ઉંમરે પહોંચેલા અભિનેતાઓ આજે પણ ૩૦-૩૫ વર્ષની ઉમરના પાત્રો કરે છે, ત્યારે તબુ કહે છે કે તેને હવે પડદા પર ૩૦ વર્ષની છોકરીનો રોલ કરવો નથી. તેને એવા રોલ કરવા છે, જે તેની ઉમરને અનુરૂપ હોય.
તબુએ આ અંગે કહ્યું,“હું એવી ફિલ્મોને ના પાડી દઈશ. મને નથી લાગતું કે હવે હું ૩૦ વર્ષના પાત્રો કરવા માટે તૈયાર છું. મારી પાસે મારી ઉમરને અનુરૂપ પાત્રો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.” ફિલ્મમાં યુવાન તબુનો રોલ સઈ માંજરેકર કરી રહી છે.
ત્યારે ઉમરને અનુરૂપ પાત્રો પાછળના વિચાર અંગે તબ્બુએ કહ્યું,“જ્યારે ડી-એજિંગનો કન્સેપ્ટ નહોતો ત્યારે પણ કામ થતાં જ હતાં. આપણે અલગ કલાકારને યુવાન હિરોના પાત્ર ભજવતાં જોયા જ છે. પછી મોટા થાય પછી તેઓ ધર્મેન્દ્ર કે દિલિપ કુમાર બને છે.
મને લાગે છે કે આ ફિલ્મ સાથે અમે તો એ પરંપરા આગળ વધારી છે.” પહેલી વખત ડિરેક્ટર નીરજ પાંડેને આ પ્રક્રિયા અંગે જાણ કરી તો તબુનો પ્રતિસાદ કેવો હતો, આ અંગે તે કહે છે,“નીરજને મારો પહેલો પ્રશ્ન હતો, યુવાન પાત્રના ભાગનું શું? જ્યારે તેણે કહ્યું કે, તેના માટે બીજા કલાકારો છે, મને લાગ્યું, બરાબર છે.
કારણ કે, ક્યારેક ડિએજિંગ વાળા કલાકાર બહુ નકલી અને વામણા લાગતાં હોય છે, ખાસ કરીને જ્યાકે દર્શકો જાણે છે કે કલાકારની ખરેખર કેટલી ઉમર છે.” આગળ તબુ કહે છે,“તેમણે આપણને જોયા છે કે આપણે હાલ કેવા લાગીએ છીએ. પરંતુ આ બધું જ કયા પ્રકારની ફિલ્મો છે અને તેનો સંદર્ભ શું છે તેના પર આધાર રાખે છે.
કેટલીક ફિલ્મ્સમાં મોટી ઉંમરના કલાકારો નાની ઉમરના પાત્રો ભજવતા હોય તેવું શક્ય હોય છે કારણ કે દર્શકો માટે તે કંટાળાજનક નથી બનતું. પરંતુ અમારે આ ફિલ્મમાં એવું કશું કરવાની જરૂર નહોતી, અને જે થયું તે વધુ સારુ થયું.” આ ફિલ્મમાં જિમી શેરગિલ, સઈ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. અજય દેવગન અને તબ્બુની આ એક સાથે દસમી ફિલ્મ છે.SS1MS