Western Times News

Gujarati News

અભિનેત્રી તમન્ના ભાટિયા મુંબઈના બિઝનેસમેન સાથે લગ્ન કરવાની છે

મુંબઈ, સાઉથ અને હિંદી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છવાયેલી છે. છેલ્લા ઘણા દિવસથી ફરી રહેલા રિપોર્ટ્‌સ પ્રમાણે તે ખૂબ જલ્દી મુંબઈના બિઝનેસમેન સાથે સાત ફેરા ફરવાની.

આ માટે તેણે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લગ્ન બાદ પતિ સાથે પૂરતો સમય પસાર કરી શકે તે માટે હાલ નવા પ્રોજેક્ટ લેવાનું બંધ કરી દીધું છે. બિઝનેસમેન તેને પ્રપોઝ કર્યું હતું અને એક્ટ્રેસે તરત જ તે સ્વીકારી લીધું હોવાનું પણ તેમાં ઉમેરવામાં આવ્યું છે.

આ અંગે અત્યારસુધી મૌન રહેતી તમન્નાએ હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કરી જવાબ આપ્યો છે. તમન્ના ભાટિયાએ જે વીડિયો શેર કર્યો છે, તે વેનિટી વેનમાં શૂટ કરાયેલો છે, જેમાં તે પુરુષના લૂકમાં દેખાઈ રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘મારા બિઝનેસમેન પતિને રજૂ કરી રહી છું’.

આમ તેના લગ્ન થઈ રહ્યા હોવાની વાતમાં કોઈ તથ્ય ન હોવાની તમન્નાએ સ્પષ્ટતા કરી છે અને અફવા ફેલાવનારા લોકોના મોં બંધ કર્યા હતા. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં રોમાન્સ અને પ્રેમ વિશે વાત કરતાં તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે, અંગત જીવન માટે તેની પાસે સમય જ નથી. ‘હું લગ્ન સંસ્થામાં વિશ્વાસ ધરાવું છું, મારે લગ્ન કરવા છે અને બાળકો પણ જાેઈએ છે. પરંતુ હાલ મારી પાસે સમય નથી.

હું મારા કામને એન્જાેય કરી રહી છું. મને લાગે છે ફિલ્મનો સેટ એક એવી જગ્યા છે જ્યાં હું પોતાને કમ્ફર્ટેબલ અનુભવું છું. જેમ હું વધું કામ કરીશ તેમ મારામાં એનર્જી વધશે. મારી પાસે એટલું કામ છે કે મમ્મીનો ફોન આવે તો પણ વાત કરવાનો સમય નથી. તે પણ મારા બિઝી શિડ્યૂલથી કંટાળી ગઈ છે.

દરેક ભારતીય ઘરોની જેમ મારા માતા-પિતા પણ ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉં. પણ હું શું કરું, મારી પાસે સમય જ નથી’, તેમ તેણે ઉમેર્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, તમન્ના ભાટિયા છેલ્લે ફિલ્મ બબલી બાઉન્સર અને પ્લાન એ પ્લાન બીમાં જાેવા મળી હતી.

બંને ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી અને મિશ્ર પ્રતિસાદ મેળવ્યો હતો. તેની પાસે હવે ગુરથુંડા સીથાકાલમ, એફ૩, બોલે ચૂડિયાં તેમજ ભોલા શંકર જેવી ફિલ્મો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.