Western Times News

Gujarati News

અભિનેત્રી તમન્ના ભાટીયાને એક વખત શ્રીદેવી બનવું છે

મુંબઈ, તમન્ના જગન શક્તિની જંગલ એડવેન્ચર ફિલ્મમાં અજય દેવગન અને સંજય દત્ત સાથે મહત્વના રોલમાં દેખાશે એ તો હવે જાહેર છે. તેણે આ રોલ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે, પરંતુ શરૂઆતથી તેની અંતરની ઇચ્છા એક વખત શ્રીદેવીનો રોલ કરવાની છે, તે એક વખત મોટા પડદે શ્રીદેવીનું પાત્ર ભજવવા માગે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુંમાં તેની મોટા પડદે કોઈ પાત્ર ભજવવાની ઇચ્છા વિશે પૂછાયું ત્યારે તમન્નાએ કહ્યું, “એ શ્રીદેવી મેમ હશે, મને લાગે છે તે સુપર આઇકોનિક હતાં, એ એક એવી વ્યક્તિ છે, જેમની સાથે મને હંમેશા લગાવ રહ્યો છે.”તમન્ના આ પહેલાં પણ શ્રીદેવીનું પાત્ર ભજવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે.

અગાઉ એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ કહ્યું હતું કે બાળપમથી શ્રીદેવી તેની પ્રેરણા રહી છે અને તેમની બાયોપિક કરવી કે તેમનો રોલ કરવો એ તેનું એક સપનું રહ્યું છે. હાલ તમન્ના કેટલીક રસપ્રદ ફિલ્મમાં કામ કરી રહી છે, જગન શક્તિની રેન્જરમાં તે લીડ રોલમાં જોવા મળશે.

આ અંગે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “તે આ સફર શરૂ કરવા ખુબ આતુર છે. આ બહુ સારી રીતે લખાયેલો રોલ છે, જેમાં એક્ટિંગ બતાવવાની ક્ષમતા છે. તમન્નાએ આ રોલ માટે એકસાથે ઘણી તારીખો ફાળવી છે. સાથે તે હાલ અન્ય ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સાંભળી રહી છે.”

જ્યારે વ્યક્તિગત જીવનમાં બે વર્ષના સંબંધ પછી તમન્ના અને વિજય વર્મા થોડાં દિવસો પહેલાં અલગ થઈ ગયાં છે. જોકે, તેઓ બંને જીવનભર મિત્રો બની રહેવામાં ખુશ અને સહમત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.