લેક્મે ફેશન વીકમાં અભિનેત્રી તમન્નાનો જલવો
મુંબઈ, સાઉથ અને બોલિવૂડમાં અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ તમન્ના ભાટીયા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે. તાજેતરમાં લેક્મે ફેશન વીક ૨૦૨૩માં એક્ટ્રેસ જાેવા મળી હતી. આ શોમાં અભિનેત્રી લહેંગામાં જાેવા મળી હતી. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમન્નાએ લેક્મે ફેશન વીકમાં હેવી અને સુંદર લહેંગો પહેર્યો હતો.
અભિનેત્રીનો આ આખો લહેંગા મોતીથી જડાયેલો હતો. જે તેણે ફુલ સ્લીવ્ઝ ડીપનેક ડિઝાઈનના બ્લાઉઝ સાથે કેરી કર્યો હતો. એક્ટ્રેસ આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકો આ લૂકને પસંદ કરી રહ્યા છે.
તમન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. તમન્ના ભાટીયાએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેત્રી તમન્ના સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરી ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે.SS1MS