Western Times News

Gujarati News

અભિનેત્રી તૃપ્તિ ડિમરી ટીકાથી નારાજ થઇ ગઇ હતી

મુંબઈ, એનિમલમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી વચ્ચે ફિલ્માવાયેલો ઈન્ટીમેટ સીન ચર્ચામાં છે. આ એક દ્રશ્યે ફિલ્મમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. જાે કે આ માટે અભિનેત્રીને ઘણી ટ્રોલીંગનો સામનો પણ કરવો પડ્યો હતો.

તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તૃપ્તિ ડિમરીએ એનિમલના આ સીનને લઈને આવી રહેલા પડકારો વિશે જણાવ્યું. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે રણબીર કપૂર અને ફિલ્મના ક્રૂ સાથે આ ખૂબ જ બોલ્ડ સીન કેવી રીતે શૂટ કર્યો.

તૃપ્તિ ડિમરીએ એમ પણ કહ્યું કે જ્યારે તેને એનિમલના ઈન્ટિમેટ સીન્સને કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તે નારાજ થઈ ગઈ હતી કારણ કે તેના માટે આ સામાન્ય વાત નથી. અત્યાર સુધી તૃપ્તિની અગાઉની કોઈપણ ફિલ્મ માટે ટીકા થઈ નથી.

એવામાં તેના માટે આ ટ્રોલિંગને હેન્ડલ કરવું સરળ ન હતું, પરંતુ અંતે તેણે પોતાની જાતને નિયંત્રિત કરી. તૃપ્તીએ એમ પણ કહ્યું હતું કે તેણે ફિલ્મ બુલબુલમાં જે શારીરિક શોષણ દ્રશ્ય ભજવ્યું હતું તે એનિમલના ઇંટિમેટ સીન કરતાં વધુ મુશ્કેલ હતું.

તૃપ્તિ ડિમરીએ કહ્યું કે એક્ટર બનવું તેનો ર્નિણય હતો. તેને આવું કરવા માટે કોઈએ દબાણ કર્યું ન હતું. એવામાં, તેણીને જે કંઈપણ ખોટું ન લાગ્યું, કારણ કે તે ફક્ત એક પાત્ર જીવી રહી હતી. તૃપ્તિ ડિમરીએ કહ્યું, “જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ છું, જ્યાં સુધી સેટ પર મારી આસપાસના લોકો મને સહજ રાખે છે, જ્યાં સુધી હું જાણું છું કે હું જે કરી રહી છું તે સાચું છે, હું કંઈ ખોટું નથી કરતી.

હું આ કરતી રહીશ, કારણ કે એક અભિનેતા તરીકે અને એક વ્યક્તિ તરીકે હું મારા માટે આ જ ઈચ્છું છું. આ જ હું અનુભવવા માંગુ છું. તૃપ્તિ ડિમરીએ વધુમાં જણાવ્યું કે એનિમલનો ઈન્ટીમેટ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો.

અભિનેત્રીએ કહ્યું કે શૂટિંગ સમયે રૂમમાં માત્ર ચાર લોકો હતા અને દર ૫ મિનિટે તેમને કમ્ફર્ટ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તૃપ્તિએ કહ્યું, “સેટ પર માત્ર ચાર લોકો હતા – હું, રણબીર, સંદીપ અને ડીઓપી (ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી).

દર પાંચ મિનિટે તેઓ મને પૂછતા હતા, ‘તમે કમ્ફર્ટ છો? શું તમને કંઈ જાેઈએ છે? શું તમે કમ્ફર્ટ છો?’ ?’ જ્યારે તમારી આસપાસના લોકો તમને ખૂબ સપોર્ટ કરે છે, ત્યારે તમને જરાય અજુગતું નથી લાગતું.” SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.