Western Times News

Gujarati News

સાઉથમાં મારા મંદિરો બંધાશે અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો દાવો

મુંબઈ, મોડેલ અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે, છેલ્લાં કેટલાક સમયથી તે પોતાની સાઉથની ફિલ્મોને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે તેણે તાજેતરમાં એક રસપ્રદ ખુલાસો કર્યાે છે.

તેણે કહ્યું કે ટૂંક સમયમાં સાઉથમાં તેનું મંદિર બનવાનું છે.એક ઇન્ટરવ્યુમાં ઉર્વશીએ કહ્યું કે તેના નામનું એક મંદિર બન્યું છે અને લોકો તેની પૂજા પણ કરે છે. તેને આશા છે કે સાઉથમાં તેનું મંદિર પણ બને. તેના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે.

ઉર્વશીએ સાઉથમાં ચિરંજીવી તેમજ બાલાક્રિશ્ના જેવા કલાકારો સાથે કામ કર્યું છે અને બંનેના અઢળક પ્રસંશકો છે. ત્યારે તેને આશા છે કે તેના મંદિરની વાત ટૂંક સમયમાં એક વાસ્તવિકતા બની શકે છે. સાઉથમાં આ પહેલાં ઘણા સેલેબ્રિટીના મંદિર બની ચૂક્યા છે.

ઉર્વશીના સાઉથમાં વધતા કામ અને સ્ટારડમના પગલે તે પણ આવા સેલેબ્સની યાદીમાં જોડાય તેવી શક્યતા વધુ છે.ઉર્વશી માટે ૨૦૨૫નું વર્ષ મહત્વનું રહેવાનું છે. તેની ‘ડાકુ મહારાજ’ ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશી ચૂકી છે, તેણે સની દેઓલ સાથે ‘જાટ’માં પણ કામ કર્યું છે.

હવે તે ‘વેલકમ ૩’, ‘બાપ’, ‘ઇન્સ્પેક્ટર અવિનાશ ૨’ તેમજ પરવીણ બાબીની બાયોપિક અને જેસન ડેરુલોના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.