હાથમાં બંદૂક સાથે અદા શર્માનો પહેલો લુક વાયરલ
મુંબઈ, અદા શર્માની ફિલ્મ ધ કેરાલા સ્ટોરી વર્ષ ૨૦૨૩માં રીલિઝ થઈ હતી. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા બે જૂથોમાં વહેંચાયેલું જણાયું હતું. ઘણા લોકોએ આ ફિલ્મને એજન્ડા ગણાવી હતી. આ પછી નિર્દેશકો મીડિયાની સામે આવ્યા અને ફિલ્મ વિશે સ્પષ્ટતા કરી હતી.
ફિલ્મનું પ્રમોશન પણ શાનદાર થયું અને ઘણા લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે, આ ફિલ્મ કોઈ ખાસ સમુદાય અથવા ધર્મને ટાર્ગેટ કરવાના હેતુથી બનાવવામાં આવી રહી છે.
પરંતુ ફિલ્મે પોતાનું કામ સારી રીતે કર્યું. ફિલ્મે બજેટ પ્રમાણે ઘણી કમાણી કરી હતી. હવે એ જ મેકર્સ અદા શર્મા સાથે નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ફિલ્મ બસ્તર ઃ ધ નક્સલ સ્ટોરીનો ફર્સ્ટ લૂક શેર કર્યો અને ફિલ્મ વિશે કેટલીક વિગતો પણ શેર કરી છે.
ફિલ્મના ફર્સ્ટ લૂકમાં અદા શર્મા ખૂબ જ આક્રમક સ્થિતિમાં જોવા મળી રહી છે. તેના હાથમાં બંદૂક છે અને તે લશ્કરી ગણવેશમાં એક જૂથ સાથે આગળ વધતી જોવા મળે છે. ફિલ્મમાં નક્સલવાદીઓની સ્ટોરી બતાવવામાં આવશે.
ફોટો શેર કરતા તરણ આદર્શે લખ્યું- કેરાલા સ્ટોરીની સફળતા બાદ ફિલ્મના નિર્માતાઓએ અદા શર્મા સાથે બીજી ફિલ્મ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ બસ્તર ઃ ધ નક્સલ સ્ટોરી છે. તેનું નિર્માણ વિપુલ અમૃતલાલ સિંહ કરશે અને તેનું નિર્દેશન સુદીપ્તો સેન કરશે. કેરાલા સ્ટોરી પછી બંને આ ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત બાદ ફેન્સ આ ફિલ્મને લઈને વધુ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.SS1MS