અદાણી સિમેન્ટે ગુજરાતમાં ગ્રીન કોન્ક્રીટ સોલ્યુશન ‘ACC ઇકોમેક્સએક્સ’ લોન્ચ કર્યું
અમદાવાદ, 4 જાન્યુઆરી, 2023: અદાણી સિમેન્ટની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની તથા અદાણી ગ્રૂપનો ભાગ એસીસી લિમિટેડ ગુજરાતમાં ‘એસીસી ઇકોમેક્સએક્સ’ પ્રસ્તુત કરીને બિલ્ડિંગ મટિરિયલ ઉદ્યોગમાં નવું પાસું પ્રસ્તુત કરવા સજ્જ છે. આ ગ્રીન કોન્ક્રીટ સોલ્યુશનની એક્ષ્પર્ટ રેન્જ છે, જેનો ઉદ્દેશ ઇરાદપૂર્વક ગ્રીન કે પર્યાવરણને અનુકૂળ નિર્માણ દ્વારા પર્યાવરણને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
એસીસી ઇકોમેક્સએક્સ ગ્રીન કોન્ક્રીટ સોલ્યુશન્સની ઉદ્યોગની સૌથી વિસ્તૃત રેન્જ છે, જે ઓપીસી સાથે ડિઝાઇન થતી રેફરન્સ કોન્ક્રીટની સરખામણીમાં 30થી 100 ટકા ઓછું કાર્બન કન્ટેન્ટ ધરાવે છે. ઉત્પાદનો વિશિષ્ટ ગ્રીન રેડી મિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવે છે,
જે 100 ટકા સુધી CO2 ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણ પર મહત્તમ સકારાત્મક અસર કરે છે. નવીન ઉત્પાદન રેન્જ CO2 ઘટાડતાં બાઇન્ડર્સનો ઉપયોગ કરે છે તથા ટકાઉક્ષમતા અને ફિનિશ વધારવા અસરકારક મિક્સ ડિઝાઇન સાથે બને છે. એસીસી ઇકોમેક્સએક્સ અતિ કાર્યદક્ષ, એક્ષ્પર્ટ ગ્રીન કોન્ક્રીટ સોલ્યુશન છે, જે કોન્ટ્રાક્ટર્સ, ડેવલપર્સ, ઇજનેરો અને આર્કિટેક્ટ્સ અને વ્યક્તિગત હોમ બિલ્ડર્સની સતત નિર્માણની જરૂરિયાતો પૂરી પાડે છે.
આ ઉત્પાદનોની વધારે માગ છે, કારણ કે ભારત સર્ક્યુલર નિર્માણના નવા યુગ તરફ અગ્રેસર છે. કંપની આ ગ્રીન કોન્ક્રીટ મારફતે ઇનોવેશન અને ટેકનોલોજીને વેગ આપીને આ ક્ષેત્રમાં પથપ્રદર્શક છે.
સિમેન્ટ વ્યવસાયના સીઇઓ શ્રી અજય કપૂરે કહ્યું હતું કે, “સસ્ટેઇનેબિલિટી અને ઇનોવેશન અમારી કામગીરીના હાર્દ છે. ઇએસજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એસીસી ઇકોમેક્સએક્સ અમારી સસ્ટઇનેબલ ભવિષ્ય માટે નિર્માણની જરૂરિયાતોનું પુનઃમૂલ્યાંકન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. અમારી ગ્રીન કોન્ક્રીટ ટેકનોલોજી અમારા ગ્રાહકોને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા મદદરૂપ થશે, તો માળખાની સંકલિતતા અને ક્ષમતા જાળવશે.”
એસીસી ઇકોમેક્સએક્સ કાર્બન કન્ટેન્ટ ઓછું ધરાવતા વિવિધ ઉત્પાદનો પૂરાં પાડે છે. ઉપભોક્તાઓ ઉત્પાદનોની બહોળી રેન્જમાંથી તેમની ઇચ્છા મુજબ પર્યાવરણલક્ષી અસરના સ્તરની પસંદગી કરવાનો વિકલ્પ ધરાવે છેઃ
· એસીસી ઇકોમેક્સએક્સ: પ્રમાણભૂત ઓપીસી ઓફરની સરખામણીમાં 30થી 50 ટકા ઓછું કાર્બન કન્ટેન્ટ ધરાવતું કોન્ક્રીટ.
· એસીસી ઇકોમેક્સએક્સ પ્લસઃ ટેકનિકલ રીતે વધારે વિવિધતાસભર ઉત્પાદન, જે CO2ના ઉત્સર્જનમાં 50થી 70 ટકાના ઘટાડાના સ્તર સાથે જે તે બજારમાં સાધારણ ધારાધોરણની સુલભતા કરતાં નોંધપાત્ર રીતે વધારે કાર્બન ઉત્સર્જનનો ઘટાડો ઓફર કરે છે.
· એસીસી ઇકોમેક્સએક્સ પ્રોઃ આ ઉત્પાદન ટેકનિકલ સંભવિતતા મહત્તમ કરે છે અને CO2ના ઉત્સર્જનમાં 70 ટકાથી વધારે ઘટાડા સાથે અમારી ટેકનિકલ જાણકારીને આગળ વધારતું ટોપ-ટિઅર ઉત્પાદન.
· એસીસી ઇકોમેક્સએક્સ ઝીરોઃ આ વિશિષ્ટ ઉત્પાદન સંપૂર્ણ કાર્બન-ન્યૂટ્રલ કોન્ક્રીટ સોલ્યુશન ઓફર કરે છે.
કંપની કાર્બનના ઓછા ઉત્સર્જન અને સર્ક્યુલર બિલ્ડિંગની આગેકૂચને વેગ આપવા સસ્ટેઇનેબલ સોલ્યુશન્સની રેન્જ વધારવા ભાર મૂકી રહી છે. નેટ-ઝીરોના લક્ષ્યાંકમાં નોંધપાત્ર પ્રદાન કરવા અમે સિમેન્ટ ક્ષેત્રમાં સૌથી વધુ મહત્વાકાંક્ષી 2030 ક્લાઇમેટ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે.