Western Times News

Gujarati News

અદાણીએ CNGમાં ૮.૧૩ અને PNGમાં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

અમદાવાદ, દેશવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડે સીએનજી અને પીએનજીમાં ભાવમાં ઘટાડો કર્યો છે. જે બાદ દેશવાસીઓને મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે.

અદાણીએ સીએનજીમાં રુપિયા ૮.૧૩ અને પીએનજીમાં રુપિયા ૫.૦૬નો ઘટાડો કર્યો છે. શુક્રવારની મોડી રાતે આ ભાવ ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી આ ભાવ ઘટાડો શનિવારની સવારથી લાગુ થશે.

અદાણીએ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો કરતા ગુજરાતમાં પણ તેની અસર જાેવા મળી છે. અદાણીએ પોતાની વેબસાઈટમાં દર્શાવેલા આંકડા મુજબ, ભાવ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો ભાવ રુપિયા ૭૪.૨૯ થયો છે. અદાણી દ્વારા ભાવ ઘટાડા બાદ લોકોમાં પણ ખુશી જાેવા મળી રહી છે.

મહત્વનું છે કે, અદાણી ટોટલ ગેસ લિમિટેડનો આ ર્નિણય કેન્દ્રિય કેબિનેટે ઘરેલુ ગેસના ભાવો માટે નવી ફોર્મ્યુલા લાગુ કર્યાના એક દિવસ બાદ આવ્યો છે. ત્યારે આ ભાવ ઘટાડા બાદ ખાસ કરીને રિક્ષાચાલકોમાં ખુશી જાેવા મળી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અદાણીએ સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ રુપિયા ૮.૧૩ અને પીએનજીમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે રુપિયા ૫.૦૬નો ઘટાડો કર્યો છે.

અદાણી દ્વારા આ ભાવ ઘટાડો કરવામાં આવતા દેશવાસીઓ સહિત ગુજરાતીઓને પણ મોટી રાહત મળી છે. અદાણીના આ ર્નિણય બાદ અમદાવાદમાં શનિવારે સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ રુપિયા ૭૪.૨૯, વડોદરામાં રુપિયા ૭૩.૦૩, ખેડામાં રુપિયા ૭૫.૧૭, સુરેન્દ્રનગરમાં રુપિયા ૭૫.૧૭, પોરબંદરમાં ૭૩.૮૧, નવસારીમાં ૭૪.૯૬ થયો છે.

મહત્વનું છે કે, ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મોદી સરકારની કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, આ ભાવ ઘટાડા પહેલાં અમદાવાદમાં સીએનજીનો ભાવ રુપિયા ૮૦થી પણ વધારે હતો.

અડધી રાત્રે લેવાયેલા આ ર્નિણય બાદ દેશવાસીઓને પણ રાહત મળી છે. તો આ અંગે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાંક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં પેટ્રોલિયમ મંત્રાલયને લઈને પણ મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. કેબિનેટે કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.

નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં સીએનજી તથા પીએનજીના ભાવમાં ૭થી ૧૦ ટકાની રાહત મળશે. કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ જેવા કે હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી. ત્યારે આ ર્નિણયથી શનિવારથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.