Western Times News

Gujarati News

અદાણી એનર્જી સોલ્યુશન્સની ઉત્કૃષ્ટ ESG ગ્લોબલ-રેટિંગ્સ સાથે સસ્ટેનેબલ ક્ષેત્રમાં આગેકૂચ

·         CSRHUB રેટિંગ 86% જે ગ્લોબલ ઇલેક્ટ્રિકલ અને ગેસ યુટિલિટીઝ ઉદ્યોગની સરેરાશથી નોંધપાત્ર વધારે છે

·         સસ્ટેનાલિટીક્સનું ESG રિસ્ક રેટિંગ 31.5 જે ગ્લોબલ ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીની સરેરાશ 32.1 કરતાં વધુ

·         ઊર્જા પ્રાપ્તિમાં રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરતા ડિસ્કોમના FY27 સુધીમાં ટાર્ગેટના 60% RE હિસ્સો અને FY19ની બેઝલાઇન કરતાં FY25 સુધીમાં GHG ઉત્સર્જનની તીવ્રતામાં 40% ઘટાડો 

અમદાવાદ, વૈવિધ્યસભર વૈશ્વિક અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સૌથી મોટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ  પર્યાવરણ સંબંધી ESG અતર્ગત ધારાધોરણના અમલીકરણ માટે ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવવાની દીશામાં હરણફાળ ભરી રહી છે. વધી રહેલા એનર્જી સોલ્યુશન્સ પોર્ટફોલિયો સાથે કંપનીએ વિવિધ થર્ડ-પાર્ટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી આકારણીમાં ચાલુ નાણાકીય વર્ષ ના જુલાઈ-સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ESG કામગીરીના રેટિંગ્સમાં નોંધપાત્ર સુધારો નોંઘાવ્યો છે.

અદાણી ટ્રાન્સમિશન  લિ.માંથી તા.27 જુલાઈ, 2023ના રોજ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના  નામે નામકરણ કરાયું હતું. કંપનીના વ્યૂહાત્મક પગલાં અને પર્યાવરણીય, સામાજિક અને સુશાસન (ESG) સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને અનુરૂપ ગ્લોબલ ESG રેટિંગ એજન્સી CSRHUB તરફથી કંપનીને 86% નો પ્રભાવશાળી સ્કોર મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે મોખરાનું પ્રદર્શન છે. AESLનો 911નો જુમલો ઇલેક્ટ્રીક અને ગેસ યુટિલિટીઝ ઉદ્યોગની વૈશ્વિક કંપનીઓની સરેરાશને વટાવી ગયો છે.

ESG સંશોધન અને ડેટામાં ગ્લોબલ લીડર અને વિશ્વના અગ્રણી સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેશનોને સેવા આપતા સસ્ટેનાલિટીક્સે AESL ને 31.5 નું ESG રિસ્ક રેટિંગ આપ્યું છે, જે વૈશ્વિક ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીની સરેરાશ 32.1 (ઓછુ જોખમ) સૂચવે છે. આ સિદ્ધિ AESLને ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત ગ્લોબલ ટોપ 40માં સ્થાન આપે છે, આ પર્યાવરણીય પ્રભારી અને સામાજિક જવાબદારી પ્રત્યે AESLની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

વધુમાં MSCI એ AESL ને ‘BBB’ નું સ્થિર ESG રેટિંગ આપ્યું છે, જે મજબૂત ESG પ્રદર્શન માટે AESL ના સમર્પણને અન્ડરસ્કોર કરે છે. શેરબજાર સૂચકાંકો અને પોર્ટફોલિયો એનાલિટિક્સ સાધનોની અગ્રણી વૈશ્વિક પ્રદાતા મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ (MSCI) રોકાણકારો તેમજ તેના દ્વારા નાણાકીય બજારો અને રોકાણ પોર્ટફોલિયોના પ્રદર્શન ઉપર સતત નજર રાખી મૂલ્યાંકન કરે છે.

વૈશ્વિક ઇન્ડેક્સ પ્રદાતા ફાયનાન્સિઅલ ટાઇમ્સ સિક્યોરીટી એક્સચેન્જ એ  (FTSE) એ FTSE4 Good ઇન્ડેક્સ શ્રેણીના ઘટક તરીકે AESL ની સ્થિતિની વધુ એક વખત પુષ્ટિ કરી છે. જે સાથે AESLનો  ESG સ્કોરમાં 3.3 થી 4 નો થયેલો નોંધપાત્ર સુધારો  AESL ને વૈશ્વિક ઇલેક્ટ્રિક યુટિલિટીઓથી ઉપર રાખે છે. વધુમાં AESL નો ગવર્નન્સ સ્કોર 4/5 ના સામાજિક સ્કોર અને 3.3/5 ના પર્યાવરણીય સ્કોર સેક્ટર એવરેજ 2.7. સાથે નેટ 5/5 પર છે. જે વ્યવસાયની નૈતિક પ્રણાલિઓ પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

SEBI દ્વારા નિર્ધારિત નવીનતમ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ (BRSR) જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે AESL સક્રિયપણે તૈયારી કરી રહ્યું છે. AESL યુએન એનર્જી કોમ્પેક્ટ ધ્યેયો હાંસલ કરવાના માર્ગ  ઉપર છે. FY27 સુધીમાં બલ્ક એનર્જી પ્રોક્યોરમેન્ટમાં 60% રિન્યુએબલ એનર્જીની (RE) હિસ્સેદારીનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. વર્તમાન REનો હિસ્સો અગાઉ  કરતાં 38%એ પહોંચ્યો  છે. વધુમાં AESL GHG (ગ્રીનહાઉસ ગેસ) ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેનો હેતુ FY25 સુધીમાં FY19 બેઝલાઇનથી 40% ઘટાડો હાંસલ કરવાનો છે..

ગ્રીન કોરિડોર દ્વારા RE જનરેશનને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડતા ટ્રાન્સમિશન કોરિડોર બનાવવામાં AESL નો નોંધપાત્ર ફાળો રહ્યો છે. AESL ઓપરેશનલ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે અને દેશના અન્ય ભાગોમાં રિન્યુએબલ પાવરને બહાર લાવવાના અન્ય કેટલાક પ્રોજેક્ટ નિર્માણ  હેઠળ છે.

આ સિદ્ધિઓ ઉપરાંત AESLને એ બાબતનું ગૌરવ છે કે કંપનીએ 1t.org પ્રતિબદ્ધતા હેઠળ 24.3 મિલિયન મેન્ગ્રોવ્સ અને 3.28 મિલિયન વૃક્ષોનું વાવેતર કર્યું છે. જે પુનઃવનીકરણ અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેનું તેનું સમર્પણ દર્શાવે છે.  2023ની આખરે અદાણી સમૂહ ભારતભરમાં તેના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો આસપાસના વિસ્તારોમાં સમગ્રતયા 100 મિલિયન વૃક્ષો વાવવા સંકલ્પબધ્ધ છે જે પૈકી વૃક્ષારોપણની નૌકાએ 30 મિલિયન વૃક્ષોની વાવણી તો સંપ્પન કરી છે.

AESLના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “અમને આ નોંધપાત્ર સિદ્ધિઓ પર ગર્વ છે અને અમે અમારા ઉદ્યોગમાં ટકાઉ પરિવર્તન લાવવા સાથે આ ઉમદા ઉદ્દેશ્યના એક મશાલચી બની વૈશ્વિક સંદર્ભમાં ટોચની 10 કંપનીઓમાં બની રહેવા અમે સમર્પિત છીએ,” .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.