Western Times News

Gujarati News

અદાણી એન્ટરપ્રાઇઝીસે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

  • ઇશ્યૂ બુધવાર, 4 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
  • એનસીડી કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)નું રેટિંગ ધરાવે છે
  • અસરકારક ઉપજ વર્ષે 9.90 ટકા સુધી*
  • ત્રિમાસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ વિકલ્પો ઉપલબ્ધ
  • 10 ગણું સિક્યોરિટી કવર
  • એનસીડીના બીએસઈ લિમિટેડ અને એનએસઈ લિમિટેડ પર લિસ્ટિંગની યોજના
  • ટ્રેડિંગ ડિમટિરિયલાઇઝ્ડ પ્રકારે જ થઈ શકશે
  • ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે**

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2024 – અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અને 1993થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસ ઊભા કરવાના લાંબા ટ્રેક રેકોર્ડ સાથે માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે ભારતના સૌથી મોટા બિઝનેસ ઇન્ક્યુબેટર્સ પૈકીની એક અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે (“The Company” or “AEL”) તેના સૌપ્રથમ સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

Adani Enterprises Limited Announces Maiden Public Issuance of Secured Non-Convertible Debentures

ઇશ્યૂ કરાનાર એનસીડીને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)” રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ્સ ધરાવતી સિક્યોરિટીઝને નાણાંકીય જવાબદારીઓ સમયસર પૂરા કરવાની બાબતે યોગ્ય સુરક્ષા ધરાવતી હોવાનું માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે.

એઈએલની ઓફરિંગમાં 80,00,000 સુધીના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs” or “Debentures”)નો સમાવેશ થશે જે દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 હશે. બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ છે જેમાં વધારાના રૂ. 400 કરોડ સુધીના ઓવર-સબ્સ્ક્રીપ્શન જાળવવાના વિકલ્પ (“Green Shoe Option”) સાથે તેનું કુલ મૂલ્ય રૂ. 800 કરોડ સુધીનું હશે (“Issue” or “Issue Size”). ઇશ્યૂ 04 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે જેમાં વહેલા બંધ થવાનો અથવા લંબાવવાનો વિકલ્પ રહેશે.

એનસીડી માટે દરેક એપ્લિકેશનની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સંયુક્તપણે તમામ સિરીઝમાં રૂ. 10,000 અને ત્યારબાદ રૂ. 1,000ના ગુણાંકમાં રહેશે.

ઇશ્યૂમાંથી મળનારી રકમનો મુખ્યત્વે અમારી કંપની દ્વારા મેળવાયેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે પૂર્વચૂકવણી અથવા પુનઃચૂકવણી (કમસે કમ 75 ટકા) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (25 ટકા સુધી) કરવામાં આવશે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અને લિસ્ટિંગ કરવા)ના નિયમન, 2021 તથા સમયાંતરે કરાયેલા સુધારાના અનુપાલનમાં કરવામાં આવશે (“SEBI NCS Regulations”).

ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર્સ છે.

આ એનસીડી 24 મહિના, 36 મહિના અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે જેમાં આઠેય સિરીઝમાં ત્રિમાસિક, ક્યુમ્યુલેટિવ અને વાર્ષિક વ્યાજ ચૂકવણીના વિકલ્પો છે.

 

Series I II III IV* V VI VII VIII
Frequency of Interest Payment Annual Cumulative Quarterly Annual Cumulative Quarterly Annual Cumulative
Tenor 24 Months 24 Months 36 Months 36 Months 36 Months 60 Months 60 Months 60 Months
Coupon (% per annum) for NCD Holders in all Categories 9.25% NA 9.32% 9.65% NA 9.56% 9.90% NA
Effective Yield (% per annum) for NCD Holders in all Categories 9.25% 9.25% 9.65% 9.65% 9.65% 9.90% 9.89% 9.90%
Redemption Amount (₹ / NCD) on Maturity for NCD Holders in all Categories ₹ 1,000 ₹ 1,193.56 ₹ 1,000 ₹ 1,000 ₹ 1,318.34 ₹ 1,000 ₹ 1,000 ₹ 1,603.62
Maturity/Redemption Date (from the Deemed Date of Allotment) 24 Months 24 Months 36 Months 36 Months 36 Months 60 Months 60 Months 60 Months
Put and Call Option Not Applicable
Face Value/ Issue Price of NCDs (₹/ NCD) ₹ 1,000
Minimum Application size and in multiples of NCD thereafter ₹10,000 (10 NCDs) and in multiple of ₹1,000 (1 NCD) thereafter.
Mode of Interest Payment Through various modes available
Nature of Indebtedness Secured

*The Company shall allocate and allot Series IV NCDs (36 months Annual Interest Payment option) wherein the Applicants have not indicated the choice of the relevant NCD Series.

 

 

About Adani Enterprises Limited (AEL)

The Adani Group is among India’s top business house incubators in terms of market capitalization and is driven by the philosophy of incubating businesses in four core industry sectors – energy and utility, transportation and logistics, consumer, and primary industry. Over the years, AEL has seeded new business interests for the Adani portfolio, developed them into sizeable and self-sustaining business verticals, and subsequently demerged them into independently listed and scalable platforms, thereby unlocking value for its shareholders. Since its inception, AEL has incubated some of India’s most scalable businesses and successfully listed them, including by way of demergers, as Adani Ports and Special Economic Zone Limited, Adani Power Limited, Adani Energy Solutions Limited, Adani Green Energy Limited, Adani Total Gas Limited and Adani Wilmar Limited. As of 30 June 2024, the Adani portfolio had a market capitalisation of ₹16,200 billion (approximately US$194 billion) and is one of the largest listed groups by market capitalization in India.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.