અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલશે
· ₹ 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ ₹ 3,112થી ₹ 3,276 નક્કી થઈ છે-ઓફર 31 જાન્યુઆરી, 2023ને મંગળવારે બંધ થશે
કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સની સમિતિની ભલામણ સાથે સુસંગત રીતે 18 જાન્યુઆરી, 2023ના રોજ તેમના સંકલ્પના સંબંધમાં ઉપરોક્ત પ્રાઇસ બેન્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના પેજ 123 પર ‘બેસિસ ફોર ધ ઓફર પ્રાઇસ’માં જાહેર થયેલા પ્રાઇસ ઇશ્યૂઅન્સ/સેકન્ડરી વ્યવહારોના WACAની સામે ‘બેસિસ ફોર ધ ઓફર પ્રાઇસ’માં જાહેર થયેલા ક્વોન્ટિટેટિવ પરિબળો/ KPIsને આધારે વાજબી દર ધરાવે છે
નેશનલ, 19 જાન્યુઆરી, 2023: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (“AEL” અથવા “કંપની”) 27 જાન્યુઆરી, 2023ને શુક્રવારે એની ફર્ધર પબ્લિક ઓફરિંગ (“FPO”) રજૂ કરશે, જે અંતર્ગત આંશિક ચુકવણીના આધારે કુલ ₹ 20,000 કરોડ*ના ઇક્વિટી શેર ઇશ્યૂ થશે.
* FPO ઇક્વિટી શેરના સંબંધમાં ફૂલ સબસ્ક્રિપ્શન અને ફાળવણી તથા તમામ કોલ મનીની પ્રાપ્તની ધારણા પર
FPOમાં ફ્રેશ ઇશ્યૂ (“ઓફર”)ની રીતે FPO ઇક્વિટી શેરદીઠ કિંમત# (પ્રીમિયમ સહિત) માટે કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર (“FPO ઇક્વિટી શેર”) સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ ₹ 1 છે. આ ઓફરમાં ઓફર પછી પેઇડ-અપ ઇક્વિટી મૂડીના મહત્તમ 5 ટકા લાયકાત ધરાવતા કર્મચારીઓ (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) દ્વારા સબસ્ક્રિપ્શન માટે ₹ 50 સુધીના કુલ FPO ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.
# ઓફરના રિટેઇલ પોર્શનમાં બીડીંગ કરતાં રિટેઇલ ઇન્ડિવિડ્યુઅલ બીડર્સને પ્રતિ એફપીઓ ઇક્વિટી શેર ઉપર રૂ. 64નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે
FPO ઓફર માટે પ્રાઇસ બેન્ડ FPO ઇક્વિટી શેરદીઠ ₹ 3,112થી ₹ 3,276ની રેન્જમાં નક્કી થયું છે. બિડ લઘુતમ 4 FPO ઇક્વિટી શેર માટે અને પછી 4 FPO ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખથી એક ચાલુ દિવસ હશે. FPO ઓફર 31 જાન્યુઆરી, 2023ને મંગળવારે બંધ થશે. યુપીઆઈ મેન્ડેટની અંતિમ તારીખ અને સમય બિડ/ઓફર બંધ થવાની તારીખ પર સાંજના 5.00 વાગ્યા હશે.
રિટેલ રોકાણકારો માટે ઓફરનો રિટેલ હિસ્સો FPO ઇક્વિટી શેરદીઠ ₹ 64ના ડિસ્કાઉન્ટ પર હશે અને આ પ્રકારનાં ડિસ્કાઉન્ટને 18 જાન્યુઆરી, 2023ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“RHP”)નો ભાગ ગણવામાં આવશે અને RHP સાથે વાંચવું જોઈએ.
અદાણી એન્ટરપ્રાઇઝીસ FPOની કુલ આવકમાંથી ₹10,869 કરોડનો ઉપયોગ ચોક્કસ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પ્રોજેક્ટના સંબંધમાં એની કેટલીક પેટાકંપનીઓની મૂડીગત ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા, હાલના ચોક્કસ એરપોર્ટ પર સુવિધાઓ સુધારવાના કામ માટે અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કરવા ફંડની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનો આશય ધરાવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝીસે કંપની અને એની ત્રણ પેટાકંપનીઓ – અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ અને મુન્દ્રા સોલાર લિમિટેડના ચોક્કસ ઋણને સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવવા ₹ 4,165નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા FPO ઇક્વિટી શેરનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ પર થશે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છેઃ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સેસ કેપિટલ લિમિટેડ, BOB કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, મોનાર્ક નેટવર્ક કેપિટલ લિમિટેડ અને એલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ.
ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 155ની શરતો અનુસાર રજૂ થઈ છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 129(1) સાથે સુસંગત રીતે અને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે પ્રસ્તુત થઈ છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, અને આ પ્રકારનો હિસ્સો, “QIB પોર્શન”)ને ફાળવવામાં આવશે.
સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને QIB પોર્શનનો 60 ટકા સુધી હિસ્સો વિવેકાધિન રીતે એન્કર રોકાણકારો (“એન્કર રોકાણકાર હિસ્સો”)ને ફાળવી શકે છે, જેમાંથી ઓછામાં ઓછો એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે અનામત રાખવામાં આવશે,
જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારો જેટલી કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અન્ડર-સબસ્ક્રિપ્શન, અથવા નોન-ઓલેકેશનની સ્થિતિમાં બાકીના એફપીઓ ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને (“Net QIB Portion”) ફાળવેલા ઇક્વિટી શેર્સની સંખ્યા ઘટાડીને ક્યુઆઇબી પોર્શનમાં સામેલ થઇ શકે છે.
ઉપરાંત ચોખ્ખા QIB પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને QIB પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય તમામ QIB બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે,
જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. વળી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 129(1) સાથે સુસંગત રીતે, ચોખ્ખી ઓફરનો ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાંથી (એ) આ પ્રકારના હિસ્સાનો ત્રીજો ભાગ ₹2,00,000થી વધારે અને ₹10,00,000 સુધીની બિડ કરનાર બિડર્સ માટે અનામત રાખવામાં આવશે
અને (બી) આ પ્રકારના હિસ્સો બે તૃતિયાંશ હિસ્સો ₹10,00,000થી વધારે બિડ કરનાર અરજદારો માટે અનામત રાખવામાં આવશે, જેમાં શરત એ છે કે, આ પ્રકારના પેટા-કેટેગરીઓમાંથી કોઈ પણ અનસબસ્ક્રાઇબ હિસ્સાની ફાળવણી બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીમાં અરજદારોને ફાળવી શકાય છે, જે સેબી આઇસીડીઆરના નિયમનો મુજબ, ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ સાથે સુસંગત રીતે, ચોખ્ખી ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો ફાળવણી માટે રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.
એન્કર રોકાણકારો સિવાય અન્ય તમામ સંભવિત બિડર્સને તેમના બેંક ખાતાની વિગત પ્રદાન કરીને (યુપીઆઇ બિડર્સના કેસમાં યુપીઆઈ આઇડી સહિત) એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ, જેમાં યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક(કો) કે એસસીએસબી દ્વારા બિડની રકમ બ્લોક થશે, જે ઓફરમાં સહભાગી થવા માટે જરૂરી હશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા એન્કર રોકાણકાર પોર્શનમાં સામેલ થવાની છૂટ નથી.
વિગત મેળવવા માટે RHPના પેજ 698 પર શરૂઆતમાં “ઓફર પ્રોસીજર” જુઓ. RHP મારફતે ઓફર થયેલા FPO ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. અહીં ઉલ્લેખ થયેલા પણ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દો RHPમાં જણાવેલો અર્થ ધરાવશે.