ACC જામુલમાં અદાણી ફાઉન્ડેશને પશુધન વિકાસ દ્વારા ગ્રામીણ મહિલાઓને સશક્ત કરી
- એસીસી અને અદાણી ફાઉન્ડેશને જામુલની ગ્રામીણ મહિલાઓ માટે કૃષિ ઇનોવેશન રજૂ કર્યાં
- પશુધન વિકાસ માટે એસએસએસ કુત્રિમ ગર્ભાધાન (એઆઇ)ને અપનાવીને કાંતિ બાઇ યાદવાની વાર્તા ઇનોવેશન દ્વારા નાણાકીય સશક્તિકરણને દર્શાવે છે
- આ પહેલ સ્થાયી આવકનો સ્રોત પ્રદાન કરીને ગ્રામીણ સમુદાયોમાં પરિવર્તન લાવે છે
છત્તિસગઢ, 26 ડિસેમ્બર, 2024: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી અને અદાણી ફાઉન્ડેશને કૃષિ ઇનોવેશન દ્વારા જામુલમાં ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવ્યું છે. Adani Foundation at ACC Jamul empowers rural women through livestock development
ઇન્ટિગ્રેટેડ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (આઇસીડીપી) દ્વારા છત્તિસગઢના નંદિની ખુંડિનીના કાંતિ બાઇ યાદવે આધુનિક પશુધન પદ્ધતિઓને અપનાવી છે, જેનાથી નાણાકીય સ્વતંત્રતા અને તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો બન્યો છે.
એસીસી અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી નાના ખેડૂત કાંતિ બાઇ યાદવે તેમની ગાય માટે સેક્સ સોર્ટેડ સીમેન (એસએસએસ) કુત્રિમ ગર્ભાધાન (એઆઇ) ટેક્નોલોજી અપનાવી. આ ટેક્નિકના પરિણામરૂપે ઉચ્ચ ઉપજ ધરાવતી માદા ગીર વાછરડાનો જન્મ થયો, જેનાથી દૂધ ઉત્પાદનમાં સ્થિર આવકની ખાતરી મળી તથા તેમના પરિવારનું નાણાકીય ભારણ ઘટ્યું છે.
કાંતિ બાઇએ જણાવ્યું હતું કે, તેનાથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે અને અમને વધુ સુરક્ષિત ભવિષ્યની આશા મળી છે. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે તેવી રીતે આધુનિક પશુધન વિકાસ પદ્ધતિઓ ગ્રામીણ મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા તરફ સશક્ત કરે છે.
એસીસી અને અદાણી ફાઉન્ડેશન આવા પરિવર્તનકારી પરિવર્તનોને પ્રોત્સાહન આપીને ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને સમુદાયોના ઉત્કર્ષને આગળ ધપાવે છે.