ACC મદુક્કરાઇમાં અદાણી ફાઉન્ડેશને 400 શેરી વિક્રેતાઓ માટે નાણાકીય સહાય કરી
- એસીસી અને અદાણી ફાઉન્ડેશનની મદુક્કરાઇ ટીમે પીએમ સ્વનિધિ સ્કીમની સુવિધા આપી, લગભગ 400 શેરી વિક્રેતાઓને સુક્ષ્મ ધિરાણમાં સહયોગ કર્યો
- લગભગ રૂ. 1.46 કરોડથી વધુ રકમનું વિતરણ સાથે વાજબી દરે રૂ. 50,000 સુધીની લોનથી બિઝનેસને રિકવર થવામાં મદદ મળી
- ફ્લેગશીપ પ્રોગ્રામ મેરી સંગિની મેરી માર્ગદર્શિકા દ્વારા આ પહેલ નાના બિઝનેસ માલીકો વચ્ચે નાણાકીય સમાવેશીકરણ અને આત્મ-નિર્ભરતાને પ્રોત્સાહન આપે છે
તમિળનાડુ, 06 જાન્યુઆરી, 2025: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી અને અદાણી ફાઉન્ડેશન સાથે મળીને ભારત સરકારી પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાની સુવિધા આપીને મદુક્કરાઇમાં સ્ટ્રીટ વેન્ડર્સને સશક્ત બનાવી રહ્યાં છે.
આ પહેલના માધ્યમથી કંપનીએ લગભગ 400 વિક્રેતાઓને સહયોગ કર્યો છે, જેનાથી તેમને પોતાના વ્યવસાયને આગળ વધારવામાં તથા આજીવિકામાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાયતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. Adani Foundation at ACC Madukkarai facilitates financial aid for nearly 400 street vendors through PM SVANIDHI Scheme
એસીસી અને અદાણી ફાઉન્ડેશનની મદુક્કરાઇ ટીમ તેમના ફ્લેગશીપ પ્રોગ્રામ ‘મેરી સંગિની મેરી માર્ગદર્શિકા’ (એમએસએમએમ) દ્વારા વિવિધ સરકારી યોજનાઓને સુવિધા આપી રહી છે. નાણાકીય વર્ષની શરૂઆતથી મદુક્કરાઇ નગરપાલિકામાં લગભગ 400 વિક્રેતાઓએ પીએમ સ્વનિધિ લોન માટે અરજી કરી છે. તેમાંથી અગાઉની લોન સફળતાપૂર્વક ચૂકવનારા 290 વિક્રેતાઓને સબસિડીવાળા દરે રૂ. 50,000ની વધારાની લોન આપવામાં આવી છે. આજ સુધીમાં રૂ. 1.46 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
પીએમ સ્વનિધિ યોજના શહેરી શેરી વિક્રેતાઓને સૂક્ષ્મ ધિરાણ પૂરું પાડે છે, જે તેમને વિશેષ કરીને કોવિડ- 19 મહામારી દ્વારા સર્જાયેલા આર્થિક પડકારો બાદ તેમના વ્યવસાયોને પુનઃપ્રાપ્ત કરવા અને ફરીથી બનાવવા માટે સક્ષમ બનાવે છે. અર્બન ઇનફોર્મલ ઇકોનોમી માટે આવશ્યક વિક્રેતાઓ પોસાય તેવા ભાવે માલ અને સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ તેમાંથી ઘણાને મૂડીની અછતનો સામનો કરવો પડ્યો હતો. આ યોજના તેમને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવામાં અને તેમના પરિવારોને ટેકો આપવામાં મદદ કરે છે.
આ પહેલ દ્વારા એસીસી નાણાકીય સમાવેશીકરણ અને પાયાના ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ફાઉન્ડેશન સ્થાનિક સમુદાયો સાથે કામ કરવાનું ચાલુ રાખશે જેથી નાના વ્યવસાય માલિકો સમૃદ્ધ થાય અને તેમની આજીવિકા ટકાવી રાખે.