Western Times News

Gujarati News

અદાણી ફાઉન્ડેશને આદિવાસી ખેડૂતોને સમગ્ર વર્ષ માટે ઉપજ મેળવવા ટકાઉ સિંચાઈ પદ્ધતિઓનો લાભ આપ્યો

  • ઝારખંડમાં પશ્ચિમ સિંઘભૂમમાં એસીસી ચાઈબાસા યુનિટ નજીક 3 ગામોમાં 169 એકર ખેતીની જમીનને આવરી લેતા સૌર ઊર્જા સંચાલિત લિફ્ટ ઇરિગેશન યુનિટ્સના લીધે ઉપજમાં એકર દીઠ રૂ. 30,000નો સરેરાશ વધારો થયો છે
  • મૂળનિવાસી આદીવાસીઓના 169 ખેડૂતો ખરીફ, રવી અને જાયદ પાકો લેવા સક્ષમ બન્યા છે, તેમની આવક લગભગ ડબલ થઈ છે, યુવાનોની સહભાગિતા વધી રહી છે અને સ્થળાંતર ઘટી રહ્યું છે
  • નવા 80 એચપી લિફ્ટ ઇરિગેશન યુનિટના ઉમેરા દ્વારા સ્કીમમાં વધારાની ફાઉન્ડેશનની યોજના છે જેનાથી આ નાણાંકીય વર્ષમાં વધુ 100 એકર આવરી લઈને વધારાના 100 ખેડૂતોને લાભ થશે

ઝારખંડમે2024 – ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ અદાણી ફાઉન્ડેશનની સાથે મળીને એસીસી ચાઇબાસા સાઇટ નજીક પરંપરાગત ખેડૂત સમુદાયના સામાજિક-આર્થિક ઉત્થાન માટે આધુનિક સિંચાઇ પદ્ધતિઓ અપનાવી છે. સીએસઆર પ્રયાસો દ્વારા મુખ્યત્વે આદિવાસી સમુદાયને સૌર ઊર્જા સંચાલિત લિફ્ટ ઇરિગેશન પદ્ધતિનો લાભ આપવામાં આવ્યો છે Adani Foundation introduces tribal farmers at ACC Chaibasa site to sustainable irrigation techniques for year-round yield

જેના પગલે સમગ્ર વર્ષ દરમિયાન સતત કૃષિ ઉપજ, આવક, પ્રમાણ અને વેરાઇટી અંગે નોંધપાત્ર હકારાત્મક પ્રભાવ પડ્યો છે. આ સફળતાથી વધુને વધુ યુવાનો અને સમુદાયના સભ્યો આ પ્રવૃત્તિમાં મોટાપાયે જોડાવા માટે પ્રોત્સાહિત થયા છે જેનાથી તેમનું સ્થળાંતરનુ પ્રમાણ ઘટ્યું છે.

ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના 80 ટકા ખેડૂતો માટે ખેતી આજીવિકા માટેનો મુખ્ય સ્ત્રોત છે. જોકે ગાઢ જંગલો, પર્વતીય પ્રદેશો અને નદીઓથી ઘેરાયેલા હોવાના લીધે તેમના માટે ખેતી પડકારજનક બની રહી છે. અદાણી ફાઉન્ડેશનની ટીમે તેમની આકારણી દરમિયાન જાણ્યું કે  ઉબડખાબડ પ્રદેશ, વરસાદ આધારિત ખેતી, ટેક્નિકલ જ્ઞાનનો અભાવ, બજાર સુધીની મર્યાદિત પહોંચ અને દારૂણ ગરીબી અહીંના ખેડૂતો માટે મુખ્ય પડકારો છે જે પૈકીના 67 ટકા ખેડૂતો (2001ની વસ્તીગણતરી મુજબ) મૂળનિવાસી ખેડૂતો છે.

આ સમસ્યાઓના લીધે ખેડૂતો પૂરતી અને સ્થિર આવક મેળવી શકતા નથી, અસ્થાયી ઉપજના ચક્રની અસરોનો ભોગ બને છે અને કૃષિમાં યુવા પેઢીનો રસ ઘટતો જાય છે જેના લીધે ચોમાસાની વાવણી પછી આજીવિકા રળવા માટે મોટાપાયે સ્થળાંતર થાય છે. આથી, ટકાઉ સિંચાઇ વિકલ્પોની મદદથી ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવા માટે સીએસઆર પ્રયાસોમાં ધ્યાન આપવામાં આવ્યું છે.

સમગ્ર વર્ષ દરમિયાન સિંચાઈના વિઝન સાથે સીએસઆર ટીમે સોલર-પાવર્ડ લિફ્ટ ઇરિગેશન યુનિટ્સ પર પસંદગી ઉતારી હતી જે કોઈપણ પ્રદેશના પ્રકારને ધ્યાનમાં લીધા વિના ખેતીની જમીનના બહોળા વિસ્તારને પાણીનો સ્થિર પુરવઠો પાડે છે.

જિલ્લાના ત્રણ ગામો ડોકાટ્ટા, કોન્ડોવા અને રાજંકાની છ અલગ અલગ કિસાન સમિતિઓના કુલ 169 ખેડૂતોને છ લિફ્ટ ઇરિગેશન યુનિટ્સ દ્વારા પૂરી પડાયેલી સહાયથી મદદ મળી છે. 95 એકર વિસ્તારને આવરી લેતા આ યુનિટ્સ (80 એચપી) પૈકીનું એક અને અન્ય પાંચ (5 એચપી) યુનિટ્સ પ્રત્યેક 10થી 18 એકર સિંચાઇને સપોર્ટ પૂરો પાડે છે જે કુલ મળીને 169 એકર ખેતીની જમીનને આવરી લે છે.

સ્થિર પાણી પુરવઠાથી લાભ મેળવતાં આ પહેલથી ન કેવળ ખેડૂતોને સમગ્ર વર્ષ દરમિયાન ખરીફ, રવી અને જાયદ પાકો લેવામાં મદદ મળી છે પરંતુ પરંપરાગત પાકોના બદલે રોકડિયા પાકો તરફ વળવાના લીધે નોંધપાત્ર ઉપજ પણ મળી છે જેથી અગાઉ કરતાં એકર દીઠ સરેરાશ રૂ. 30,000નો વધારો થયો છે. આના પગલે એકર દીઠ 10 માનવ દિવસો સમકક્ષ વધારાની રોજની આવક મળી છે.

ડોકાટ્ટા ગામના લાભાર્થી પ્રકાશ હોન્હાગાનું જ ઉદાહરણ લો. તેમની 1.5 એકરની ખેતીની જમીનમાં લિફ્ટ ઇરિગેશનના લીધે ખરીફ અને રવી પાક લઈ શકાતા હવે રૂ. 40,000ની વધારાની આવક મેળવી શકાય છે. આ ઉપરાંત આ પહેલથી સમુદાય માટે શાકભાજી અને પોષક અન્નની નિયમિત ઉપલબ્ધતાથી કુપોષણનુ પ્રમાણ પણ ઘટ્યું છે.

અન્ય લાભોમાં આ વિસ્તારોમાં પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. લિફ્ટ ઇરિગેશન સિસ્ટમના વધારાના લાભ તરીકે કમાન્ડ એરિયામાં ફળોના ઝાડ વાવવાની પણ કલ્પના કરવામાં આવી છે.

સંપૂર્ણ પરિવર્તનરૂપે આ તમામ હકારાત્મક પહેલથી યુવાનોને કૃષિમાં વધુ રસ લેવા માટે પ્રોત્સાહન મળ્યું છે જેનાથી પ્રદેશની બહાર જવાની જરૂરિયાત ઘટાડવામાં મદદ મળી છે. આ સફળતાના પગલે ફાઉન્ડેશન નવા 80 એચપી લિફ્ટ ઇરિગેશન યુનિટ ઉમેરીને સ્કીમને વધારવાની યોજના ધરાવે છે જેનાથી આ નાણાંકીય વર્ષમાં વધુ 100 એકર ખેતીની જમીન આવરી લઈને વધારાના 100 ખેડૂતોને લાભ થશે.

એસીસી ચાઇબાસા સાઇટ નજીકના ગામોમાં અદાણી ફાઉન્ડેશનના સિંચાઇને લગતા આ સોલ્યુશન પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં સામાજિક જવાબદારી અને ટકાઉ વિકાસ, હકારાત્મક અસરો ઊભી કરવા તથા સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.